જાંબુડા પાસે ટ્રકની ઠોકરે દંપતી ખંડિત: મહિલાનું મોત

  • April 28, 2021 08:19 PM 

ખીરી ગામે માતાજીના દર્શને જતા કાળ ભેટયો, વૃદ્ધને ફેક્ચર

જામનગર નજીક જાંબુડા ગામથી આગળ આવતા ઈટોના ભઠ્ઠા પાસે સોલા રોડ પર ગઇકાલે બપોરે ટ્રેલરના ચાલકે બેદરકારીથી ચલાવીને મોટરસાયકલને ટક્કર મારતા દંપતીનું ખંડિત થયું હતું, શેખપાટ ગામથી ખીરી મોગલ માતાજીના મંદિરે દર્શનાર્થે જતા હતા ત્યારે રસ્તામાં અકસ્માત નડયો હતો.

જામનગર તાબેના સેખપાટ ગામમાં રહેતા વિનોદભાઈ રણછોડભાઈ નકુમ દ્વારા ગઈકાલે પંચકોશી એમાં ટ્રક ટ્રેલર નંબર જીજે વન સી એક્સ 1632 ના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.

બનાવની વિગત મુજબ ફરિયાદીના પિતા રણછોડભાઈ કરસનભાઈ નકુમ ઉંમર વર્ષ 57 તથા માતા મણીબેન ઉંમર વર્ષ 55 બંને મોટરસાયકલ નંબર જીજે10 બીએમ 4641 નું લઈને ગઈકાલે શેખપાટ ગામેથી ખીરી ગામ મોગલ માતાજીના મંદિરે દર્શનાર્થે જતા હતા.

દરમિયાનમાં જાંબુડા ગામથી આગળ આવતા ઈટોના ભઠ્ઠા પાસેના રોડ પર પહોંચતા ઉપરોક્ત નંબરના ટ્રક ટ્રેલરના ચાલકે પોતાનું વાહન પુરઝડપે બેફિકરાઈથી ચલાવીને મોટરસાઈકલને અડફેટે લીધું હતું જેમાં બંનેને પછાડી દીધા હતા.

અકસ્માતમાં રણછોડભાઈને શરીરને ફેક્ચર સહિતની ગંભીર ઈજાઓ થઈ હતી જ્યારે મણીબેન

ટ્રકના જોટા નીચે આવી જતા ગંભીર ઇજા થતા મોત નીપજ્યું હતું.

અકસ્માત બનાવની જાણ થતા પી.એસ.આઈ વાળા ની સૂચનાથી સ્ટાફના જીગ્નેશભાઈ સહિતની ટુકડી ઘટનાસ્થળે, હોસ્પિટલ ખાતે દોડી ગઇ હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. બનાવના પગલે પરિવારમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS