લોકસભાની આગામી ચૂંટણીમાં કોણ જીતશે અને કોણ હારશે ? ની ચર્ચા વચ્ચે આગામી તારીખ ૪ જુનના રોજ સવારે આઠ વાગ્યાથી કણકોટ ખાતે એન્જિનિયરિંગ કોલેજના બિલ્ડીંગમાં સવારે મત ગણતરી શ કરવામાં આવશે. મતદાન સહિતની કામગીરીમાથી મુકત થયેલા ચૂંટણી પંચના સ્ટાફ દ્રારા હવે મતગણતરીના આયોજન સંદર્ભે તૈયારીઓ શ થઈ ગઈ છે.
અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એન. કે. મુછારે જણાવ્યું હતું કે એકાદ હજાર જેટલા અધિકારીઓ કર્મચારીઓને મતગણતરીની કામગીરીમાં જુદી જુદી ફરજ સોંપવામાં આવશે અને તે અંગેના ઓર્ડર ટૂંક સમયમાં કરવામાં આવશે.
જે વિધાનસભા મત વિસ્તારમાં વધુ મતદાન મથકો છે ત્યાં ૨૭ જેટલા રાઉન્ડમાં અને યાં ઓછા મતદાન મથકો છે ત્યાં ૧૯ રાઉન્ડમાં મતગણતરીની પ્રક્રિયા પૂરી કરવામાં આવશે તેમ જણાવી મુછારે કહ્યું હતું કે રાજકોટ સંસદીય મત વિસ્તારમાં સાત વિધાનસભા મત વિસ્તાર આવે છે અને વિધાનસભા મતવિસ્તાર વાઈઝ ૧૪ ટેબલ પર મત ગણતરી કરવામાં આવશે.
મત ગણતરીના સ્થળે ચૂંટણી એજન્ટ કાઉન્ટિંગ સ્ટાફ વગેરે હાજર રહેશે. આ ઉપરાંત સુપરવાઇઝર માઈક્રો ઓબ્ઝર્વર સહિત એકાદ હજાર કર્મચારીઓને ઓર્ડર કરવામાં આવશે. ઓર્ડર કરાયા બાદ સ્ટાફનું રેન્ડમાઇઝેશન સ્થળ પર સવારે છ વાગ્યે કરીને તેમને અલગ અલગ વિધાનસભા મતવિસ્તાર પ્રમાણે ફરજ સોંપવામાં આવશે.
ચૂંટણી સ્ટાફના ઓર્ડર કરાયા પછી તેમને મતગણતરીના દિવસે કેવી રીતે ફરજ બજાવવી તે અંગેનું માર્ગદર્શન આપવા તાલીમ પણ યોજવામાં આવશે. આગામી તારીખ ૨૦ પછી આ અંગેની તાલીમ આપવામાં આવશે. એકાદ હજારના સ્ટાફમાં ૨૦ ટકા રિઝર્વ રાખવામાં આવશે.
બેલેટ પેપર ની સૌપ્રથમ ગણતરી કરવામાં આવશે અને આ વખતે તેના માટે અલગ હોલની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. રાજકોટ સંસદીય મત વિસ્તારમાં ૨૧.૧૨ લાખ જેટલા મતદારો છે અને તેમાંથી ૬૦ ટકા જેટલું મતદાન થયું છે.
જયા કાઉન્ટિંગ ચાલુ હશે ત્યાં કોઈને પણ પ્રવેશ કરવા દેવામાં નહીં આવે. મોબાઈલ લઈ જવાની સંપૂર્ણ મનાઈ ફરમાવવામાં આવી છે. યાં મત ગણતરી હાથ ધરાશે ત્યાં ઝાળી નાખી દેવામાં આવનારી છે. અત્યારે બધા ઈવીએમ સ્ટ્રોંગ મમાં રાખવામાં આવ્યા છે અને કલેકટર સહિતના ટોચના અધિકારીઓ તેની મુલાકાત દરરોજ લઈ રહ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહારાષ્ટ્રમાં મહાયુતિને લીડ ઝારખંડમાં JMM+
November 23, 2024 10:31 AMમોરબીના પંચાસર રોડ પરથી પીધેલ હાલતમાં ત્રણ ઝડપાયા
November 23, 2024 09:54 AMરાજકોટ નાગરિક સહકારી બેંકના ચેરમેન વાઈસ ચેરમેનની સર્વાનુમતે થઈ પસંદગી
November 23, 2024 09:52 AMસગીરપુત્રી પર દુષ્કર્મ કરનાર પિતાને ૨૦ વર્ષની કે
November 23, 2024 09:49 AMઇન્સ્ટા.માં ફેક આઇડી બનાવી યુવાને તેની ગર્લફ્રેન્ડનો ફોટો મુકી બિભત્સ શબ્દો લખ્યા
November 23, 2024 09:38 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech