જૂનાગઢ જિલ્લા, તાલુકા પંચાયત અને કેશોદ પાલિકાની મતગણતરી તા.૨ માર્ચે ૯ સ્થળોએ થશે

  • February 27, 2021 12:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત જૂનાગઢ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને કેશોદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તા.૨૮ ના રોજ યોજાશે. જ્યારે મતગણતરી તા.૨ ના થશે. આ ચૂંટણી અંતર્ગત જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ૯ તાલુકાની શાળા, કોલેજ અને આઇ.ટી.આઇ ખાતે ડીસ્પેચીંગ, રીસીવીંગ સેન્ટર, ઇ.વી.એમ સ્ટ્રોંગ રૂમ અને મતગણતરીના સ્થળો તૈયાર કરવામાં આવ્યા છે.


જૂનાગઢ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને કેશોદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી અંતર્ગત ડીસ્પેચીંગ/રીસીવીંગ સેન્ટર, ઇ.વી.એમ સ્ટ્રોંગ રૂમ અને મતગણતરીના સ્થળો નક્કી કરવામાં આવ્યા છે. જેમાં જૂનાગઢ માટે બહાઉદ્દીન કોલેજ, વંથલી માટે કન્યા શાળા ખાતે રાખવામાં આવ્યું છે.


જયારે માણાવદર માટે સરકારી હાઇસ્કુલ ખાતે ડીસ્પેચીંગ/રીસીવીંગ સેન્ટર, ઇ.વી.એમ સ્ટ્રોંગ રૂમ જ્યારે મતગણતરી લાયન્સ સ્કુલમાં થશે. કેશોદમાં આઇ.ટી.આઇ ખાતે, માંગરોળમાં ડીસ્પેચીંગ રીસીવીંગ સેન્ટર તાલુકા પંચાયત કચેરી અને ઇ.વી.એમ સ્ટ્રોંગ રૂમ અને મતગણતરી એમ.એન.કંપાણી, આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે થશે. મેંદરડામાં આઇ.ટી.આઇ ખાતે, માળીયા હાટીનામાં ઔદ્યોગિક તાલીમ સંસ્થા, વિસાવદરમાં વી.ડી.પટેલ શૈક્ષણિક સંકુલ, માંડાવડ ગામે  અને ભેંસાણ સરકારી વિનયન કોલેજ ખાતે ડીસ્પેચીંગ/રીસીવીંગ સેન્ટર, ઇ.વી.એમ સ્ટોગ રૂમ અને મતગણતરીનું સ્થળ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS