ઝનાનામાં કાઉન્સિલ નસિગ કર્મીઓનું રજિસ્ટ્રેશન કાયમી કેન્સલ કરે

  • September 07, 2024 03:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સિવિલ હોસ્પિટલ સંલ ઝનાના(એમસીએચ) બ્લોકમાં ગોંડલ પંથકમાં રહેતા બિહારી પરિવારના સાડા પાંચ મહિનાના રાજ વીરેન્દ્ર કુશ્વાહા નામના બાળકને નાસ લેવાના મશીનમાં આપવાનું ઇન્જેકશન પગની વેઇનમાં આપી દેતા બાળકનુ મોત નિપયાના બનાવામાં તા.૩ જુલાઈના ફરજની કોન્ટ્રાકટ નસગ સ્ટાફ એકતા રાઠોડ અને બાળકને ઇન્જેકસન આપનાર નસગના વિધાર્થી સામે મૃતક બાળકની માતા સોનામકુમારીએ એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે નર્સ એકતા રાઠોડ અને પિન્ટુ ફાંગલીયાની પોલીસે ધરપકડ કરી જામીન પર છુટકારો કર્યેા હતો.
પરંતુ બાળકના મોતમાં એ સમયે ફરજ પરના બે જવાબદારી દાખવનાર વોર્ડના સિનિયર નસગ સ્ટાફ, વોર્ડ ઇન્ચાર્જ અને મેટ્રન સામે હજુસુધી કાર્યવાહી કરવામાં આવી નથી આ જોતા સરકારની હંમેશની નીતિની જેમ કોઈ પણ બનાવમાં નાના કર્મચારી (માણસો)ને જ કાયદાની લપડાકમાં લેવામાં આવે છે અને ૫૦ હજારથી એક લાખનો પગાર લેતા સરકારી નસગ કર્મચારીનો વાળ પણ વાંકો થયો નથી. આ મામલે આવતા દિવસોમાં કોર્ટમાં કેસ ચાલતા બચવાની ફિરાકમાં રહેલા બેજવાબદાર નસિગ કર્મચારીને પણ કાયદાની સાંકળમાં લેવામાં આવે તો જ મૃતક નિર્દેાષ બાળકના પરિવારને સાચો ન્યાય મળ્યો ગણાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, બાળકના પિતા પુત્ર ગુમાવ્યાના બે મહિના દરમિયાન પોલીસ મથકે અને સિવિલ હોસ્પિટલએ અનેક ધક્કા ખાઈ પુત્રના મોતના જવાબદાર સામે ફરિયાદ નોંધવા માટે બે હાથ જોડી વિનંતી કરી રહ્યા હતા. પરંતુ એ ડિવિઝન પોલીસે એટલી હદે અપમાનિત કર્યા હતા કે, બેસવાનું તો દૂર ની વાત છે તારો પુત્ર ફાંસો લગાવીને મરી ગયો છે એ હદે વર્તન કયુ હોવાનું તેના પિતાએ જણાવ્યું હતું. પરિવાર વલોપાત કરતો હતો કે, આ અમાં બિહાર નથી, ગુજરાત છે એટલે ન્યાય માટે વલખા મારવા પડી રહ્યા હોવાનું રડતી આંખે આજકાલ કાર્યાલય ખાતે આવ્યા ત્યારે જણાવ્યું હતું. અને આ અંગેનો અહેવાલ પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો


નસિગ સ્ટાફ સામે સરકાર કાર્યવાહી કરે એ વધુ જરૂરી
સફેદ દૂધ જેવા સ્પષ્ટ્ર બનાવમાં સિવિલ હોસ્પિટલની તપાસ કમિટીએ એ સમય પર ફરજ પરના તબીબ, નસગ સ્ટાફ, પ્યુન સહિતના નિવેદનો લઈ સરકારમાં રિપોર્ટ આપ્યો તેને બે મહિના જેટલો સમય થશે. ત્યારે મુખ્ય જવાબદાર આનદં નસગ કોલેજનો વિધાર્થી પિન્ટુ સુરેશભાઈ ફાંગલીયા અને ઇન્જેકશન આપવાનું કહેનાર કોન્ટ્રાકટ પરની નર્સ એકતા કિશોરભાઈ રાઠોડ સામે ગુનો નોંધાઈ ચુકયો છે. ત્યારે હવે ફરી વખત કોઈ પરિવારના માસુમ પુત્રને બેદરકારીનું ઇન્જેકશન લાગવાથી મોતને ન ભેટે એ માટે સરકારી નસગ કર્મચારી સામે પણ તેમનું કાઉન્સિલમાંથી રજીસ્ટ્રેશન કેન્સલ કરવાનો આદેશ કરી કાર્યવાહી કરી અન્યો માટે પણ ઉદાહરણ બેસાડવામાં આવે એ સરકાર તરફેથી જરી બન્યું છે

પરપ્રાંતીય હોવા છતાં અમને સાથ સહકાર આપ્યો અમે આજકાલના આભારી
ભોગ બનનાર બાળકના પિતા વીરેન્દ્ર કુશ્વાહાએ પુત્રના મોતના જવાબદાર સામે પોલીસે ગુનો નોંધતા આજકાલને ફોન કરી જણાવ્યું હતું કે, ગુનો નોંધવા પૂર્વે એ– ડિવિઝન પોલીસએ અમને બોલાવવામાં આવ્યા હતા અને અગાઉની જેમ મનફાવે એ રીતે બોલવાની બદલે સારી રીતે અમારી સાથે વાત કરી હતી અને કાયદાકીય સમજણ આપી સાં વર્તન કયુ હતું. અમે આજકાલના આભારી છીએ કે, અમે પરપ્રાંતીય હોવા છતાં કોઈ ભેદભાવ કર્યા વગર અમને સાથ સહકાર આપી ન્યાય માટે મદદપ બની રહ્યા છે. અને આગળ પણ અમે સહકારની અપેક્ષા રાખીએ છીએ


સરકાર સહાય આપી સંવેદનશીલતા દાખવે
મોટા ભાગે દુર્ઘટના કે આકસ્મિક મૃત્યુના કેસમાં સરકાર દ્રારા મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સહાય આપવામાં આવતી હોઈ છે. ત્યારે બાળક સરકારી હોસ્પિટલમાં સરકારી સારવારના ભરોસે દાખલ કરવામાં આવ્યુ હતું યાં સારવારમાં બેદરકારી સબબ જ મોત થયું છે ત્યારે હોસ્પિટલની રોગી કલ્યાણ સમિતિ કે સરકાર રાહત ફંડમાંથી ગરીબ પરિવારને સહાય આપી સંવેદનશીલતા દાખવે તો પરિવાર માટે બિહાર અને ગુજરાત વચ્ચે ન્યાય માટેનો ફરક સમજવામાં આવી રહ્યો છે એ નહીં રહ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application