કપાસનો ભાવ ા.1250 થી 1480 બોલાયો, ગઇકાલે 6749 ગુણીની આવક: અજમાની 294 ગુણી યાર્ડમાં આવી: છેલ્લા 4 દિવસથી ડુંગળીનો જથ્થો વધતાં ખેડુતોને યાર્ડમાં વધુ માલ ન લાવવા અપાઇ સુચના
હાપાના માર્કેટીંગ યાર્ડમાં હવે ધીરે-ધીરે કપાસની આવક પણ વધી છે, ગઇકાલે 16873 મણ 331 ખેડુતો યાર્ડમાં કપાસમાં વેંચવા આવ્યા હતાં, શિયાળાની શઆતમાં કપાસના ભાવ ા.1250 થી 1480 બોલાયા છે અને 6749 ગુણી કપાસની આવક થઇ છે, હાલારમાંથી હાપા માર્કેટીંગ યાર્ડમાં કપાસ ઠાલવવામાં આવી રહ્યો છે, શિયાળાની શઆતમાં જ વધુ કપાસ આવ્યો છે અને આ વખતે સારા વરસાદ બાદ કપાસનું ઉત્પાદન પણ વઘ્યું છે તેથી કપાસ વેંચનારા ખેડુતોને પણ સારી એવી આવક થશે તેમ જાણવા મળે છે.
કપાસનો ભાવ ા.1250 થી 1480 બોલાયો હતો અને ગઇકાલે 6749 ગુણીની આવક થઇ હતી જયારે દેશમાં જામનગરના હાપા યાર્ડમાંથી અન્ય લોકો અજમો લઇ જાય છે ત્યારે અજમાની પણ 294 ગુણીની આવક થઇ છે. કપાસ હાલારમાંથી આવી રહ્યો છે અને 1250 થી 1480 ભાવ વચ્ચે 331 ખેડુતોએ 16873 મણ કપાસ યાર્ડમાં વેંચવા માટે જમા કરાવ્યો હતો, સફેદ કપાસના ભાવ પણ ધીરે-ધીરે વઘ્યા છે.
હાપા માર્કેટીંગ યાર્ડ ઉપરાંત કાલાવડ, ખંભાળીયા અને જામજોધપુર માર્કેટીંગ યાર્ડમાં પણ દિન-પ્રતિદિન કપાસની આવક વધતી જાય છે, આગામી દિવસોમાં આ ત્રણેય યાર્ડોમાં કપાસની વધુ આવક થશે, કારણ કે કાલાવડ અને જામજોધપુરમાં કપાસનું વાવેતર વધુ થયું છે અને કેટલાક ગામડાઓમાં પણ ખેડુતોએ મગફળીના બદલે કપાસ વધુ વાવ્યો છે, આગામી શિયાળામાં એક સમય એવો આવશે કે આ ત્રણ મુખ્ય યાર્ડ ઉપરાંત હાપા માર્કેટીંગ યાર્ડમાં કપાસના ઢગલા જોવા મળશે.
એવી જ રીતે હાપા યાર્ડમાં જીણી મગફળી ા.900 થી 1300, જાડી મગફળી ા.1100 થી 1105 જયારે ટેકામાં 1356 ભાવ રહ્યો છે, ચોળી ા.1000 થી 2555માં વેંચાઇ હતી જયારે અડદ ા.500 થી 1640, ઘઉં ા.530 થી 656 જયારે વટાણા, કલોજી, જુવાર, બાજરી, મગ, તુવેર, મઠ, વાલ, મેથી, કાળા તલ, તલી, રાયડો, રાય, ધાણી, ગુવાર (ગમ), સુવાદાણા અને ઇસબગુલની કોઇ આવક થઇ નથી.
હાપા યાર્ડમાં ડુંગળીની મબલખ આવક થઇ છે, જયાં સુધી આ ડુંગળી ન વેંચાય ત્યાં સુધી નવી ડુંગળી ન લાવવા ખેડુતોને સુચના આપવામાં આવી છે, હાલમાં ડુંગળીના ભાવ 50 ટકા ઘટી ગયા છે અને જામનગરની બજારમાં પણ ા.70ના બદલે ા.20 થી 30 કિલો લેખે ડુંગળી મળી રહી છે, લાલ ડુંગળી ઝડપથી બગડી જતી હોય યાર્ડના સંચાલકો દ્વારા આ ડુંગળીનો જલ્દી નિકાલ થાય તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech