રાજકોટ માર્કેટ યાર્ડમાં મગફળીની સરખામણીએ કપાસના ભાવ વધુ

  • September 20, 2023 12:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં મગફળીની સરખામણીએ કપાસના ભાવ વધુ ઉપજી રહ્યા છે. કપાસના ભાવ વધુ હોવા છતાં કપાસિયા તેલના ભાવ ઓછા છે અને મગફળીના ભાવ ઓછા છે છતાં સિંગતેલના ભાવ વધુ છે! તેવી વિચિત્ર સ્થિતિ જોવા મળી રહી છે. કૃષિ જણસીમાં થતી તેજી મંદીનો લાભ ખેડૂતો કે ગ્રાહકોને મળવાને બદલે તેલિયા રાજાઓ અને સટોડીયાઓને મળી રહ્યો છે.
વિશેષમાં રાજકોટના બેડી માર્કેટ યાર્ડના વેપારી સૂત્રોએ જણાવ્યું હતું કે કપાસ બીટીમાં ૫૦૦ કિવન્ટલની આવક સામે પ્રતિ ૨૦ કિલોનો ભાવ .૧૨૫૦થી ૧૫૭૮ સુધી રહ્યો હતો. યારે મગફળી ઝીણીમાં ૩૦૦ કિવન્ટલની આવક સામે પ્રતિ ૨૦ કિલોનો ભાવ .૧૦૫૦થી ૧૫૧૦ સુધી રહ્યો હતો અને મગફળી જાડીમાં ૫૦૦ કિવન્ટલની આવક સામે પ્રતિ ૨૦ કિલોનો ભાવ .૧૧૫૦થી ૧૫૨૦ સુધી રહ્યો હતો. આમ લગભગ છેલ્લા ત્રણેક દિવસથી મગફળી કરતા કપાસના વધુ ઉપજી રહ્યા છે. જો કે હવે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો હોય આજથી તમામ જણસીઓની આવકમાં ઘટાડો નોંધાયો છે.

વરસાદને લઇ ખેતર–વાડીમાંથી શાકભાજી ઉપાડવું મુશ્કેલ; યાર્ડમાં આવક ઘટવા લાગી
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર્રમાં સતત છેલ્લા બે દિવસથી વરસાદ વરસતા હવે ખેતરો અને વાડીઓમાંથી શાકભાજી ઉપાડી યાર્ડ સુધી લાવવું મુશ્કેલ બન્યું છે જેથી યાર્ડમાં શાકભાજીની આવકમાં આજથી ઘટાડો નોંધાયો છે, અલબત્ત ભાવમાં ખાસ વધ ઘટ જોવા મળી નથી તેમ રાજકોટ માર્કેટ યાર્ડના ઇન્સ્પેકટર રાજુભાઇ ગજેરાએ જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application