કેટલાક દેશોમાં કોરોના વેક્સિન પહેલાં લેવા માટે થઈ રહ્યો છે ભ્રષ્ટાચાર : સ્પેનની રાજકુમારીએ લીધી બીજા દેશમાં વેક્સિન

  • March 12, 2021 12:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોનાવાયરસના વધતા જતા સંક્રમણ વચ્ચે રાહાતના સમાચાર અને આશાનુંન કિરણ એટલે કોરોના વેસ્કિન. જોકે આ વેક્સિનને લેવામાં પણ લોકોએ માનવતા નેવે મુકીને ભ્રષ્ટાચાર શરૂ કર્યો છે.

 

 

દુનિયાના કેટલાક દેશોમાં જ્યાં કોરોના વેક્સિનેશન શરૂ થયું છે ત્યાં સૌથી પહેલાં કોરોનાની વેક્સિન લેવા માટે ભ્રષ્ટાચાર થયા મામલા સામે આવી રહ્યા છે.  લેબનાન, પેરુ,  અર્જેન્ટીનામાં તો અધિકારીઓ અને પદાધિકારીઓ એટલો ભ્રષ્ટાચાર કર્યો છે કે જનતાના આક્રોશને કારણે અદાલતને વચ્ચે આવવું પડ્યું અને કેટલાક મંત્રીઓને રાજીનામું આપવું પડ્યું છે.

 

 

બીજી બાજુ મોંઘી એર ટિકિટ ખર્ચીને પણ લોકો બીજા દેશોમાં ચોરીછૂપીથી કોરોનાની વેક્સિન લેવા માટે જઈ રહ્યા છે. લેબનાનની સરકાર પ્રાથમિકાના આધારે ત્યાંના ૮૦થી વધુ ઉંમર ધરાવતી વ્યક્તિને કોરોના વેક્સિન આપે છે, પરંતુ કેટલાક સાંસદોએ વેક્સિનેશન લેવા માટે વેક્સિનેશન કેન્દ્ર ઉપર જઈને વૃદ્ધોની પાછળ ઊભા રહીને કોરોના વેકેશન લીધી છે. આ મામલે 80 વર્ષના એક વૃદ્ધે અદાલતમાં અરજ કરીને સંસદ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

 

 

સ્પેનની બે રાજકુમારીઓ એ ચૂપચાપ અબુધાબીમાં જઈને કોરોના વેક્સિન લીધી હોવાનું જાણવા મળ્યું છે. બન્ને રાજકુમારી હાલમાં 50 વર્ષની છે અને સ્પેનમાં તે કોરોનાવાયરસના પ્રાથમિક તબક્કાના દાયરામાં આવતી નથી. તો અન્ય સ્થળે જઈને કોરોનાવાયરસ લીધી. પેરુમાં પણ હજારો નેતા અને ઓફિસરોએ કોરોના વેક્સિન લીધી અને એવા સમયે લીધી જ્યારે દેશમાં કોરોના વેક્સિન આપવાનું શરૂ પણ નહોતું થયું. આ વાતનો ખુલાસો થવા બાદ સરકાર એટલા પ્રેશરમાં હતી કે તેને વિદેશ મંત્રી અને સ્વાસ્થ્ય મંત્રીએ રાજીનામું આપવું પડ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS