મહાપાલિકા કચેરીમાં આયોજિત ધ્વજવંદન સમારોહમાં કુલ ૭૨માંથી ભાજપ–કોંગ્રેસના ૪૦ કોર્પેારેટર ગેરહાજર રહ્યા હતા, યારે અધિકારીઓ અને ઇજનેરો તેમજ કર્મચારીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગેરહાજર રહેવાની પરંપરા વર્ષેાથી ચાલે છે કયારેય કોઈ ખુલાસો પૂછતું નથી અને જવલ્લે જ કયારેય કોઈ પૂછે તો કોર્પેારેટરો પોતાના વોર્ડમાં અન્યત્ર ધ્વજવંદન કરવા ગયા હતા તેવા જવાબો જાહેર કરે છે !
રાજકોટ મહાનગરપાલિકા દ્રારા તા.૨૬–મી જાન્યુઆરી, ૭૬માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત આજ તા.૨૬–૧–૨૦૨૫, રવિવારના રોજ સવારે ૯ કલાકે રાજકોટ મહાપાલિકા, સેન્ટ્રલ ઝોન કચેરી, ડો.આંબેડકર ભવન, ઢેબરભાઈ રોડ, રાજકોટ ખાતે મેયર નયનાબેન પેઢડીયાએ કચેરીના પ્રટાંગણમાં ત્રિરંગો લહેરાવી, ધ્વજવંદન કરી રાષ્ટ્ર્રધ્વજને સલામી અર્પણ કરી. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો તથા અધિકારીઓ અને કર્મચારીઓએ રાષ્ટ્ર્રગીતનું ગાન કયુ હતું. આ અવસરે મેયર નયનાબેન પેઢડીયાએ શહેરીજનોને પ્રજાસત્તાક પર્વ નિમિતે શહેરીજનોને શુભેચ્છા પાઠવતું પ્રવચન કયુ હતું.
મેયર કાર્યાલય એ ધ્વજ વંદન સમારોહ અંગે જાહેર કરેલી સત્તાવાર અખબારી યાદીમાં જણાવ્યા મુજબ ઉપરોકત ધ્વજવંદન સમારોહમાં શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા ઉપરાંત (૧) ધારાસભ્ય અને કોર્પેારેટર ડો.દર્શિતાબેન શાહ (૨) ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા (૩) શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ (૪) દંડક મનિષભાઇ રાડીયા (૫)સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા (૬) પૂર્વ મેયર ડો.પ્રદીપ ડવ (૭) પૂર્વ ડેપ્યુટી મેયર કંચનબેન સિધ્ધપુરા, (૮) પૂર્વ શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, (૯) શિશુ કલ્યાણ ખાસ ગ્રાન્ટ સંચાલિત યોજનાઓ અને અિશામક દળ સમિતિના ચેરમેન દિલીપભાઈ લુણાગરિયા (૧૦) માર્કેટ સમિતિના ચેરમેન રવજીભાઈ મકવાણા (૧૧) વોટર વર્કસ સમિતિના ચેરમેન અશ્વિનભાઈ પાંભર (૧૨) એસ્ટેટ સમિતિના ચેરમેન મગનભાઈ સોરઠીયા (૧૩) બાગ બગીચા અને ઝૂ સમિતિના ચેરમેન સોનલબેન સેલારા (૧૪) હાઉસિંગ સમિતિના ચેરમેન નીતિનભાઈ રામાણી (૧૫) કાયદો અને નિયમોની સમિતિના ચેરમેન કંકુબેન ઉધરેજા (૧૬) નરેન્દ્રભાઈ ડવ (૧૭)ડો. અલ્પેશભાઈ મોરજરીયા, (૧૮)દુર્ગાબા જાડેજા (૧૯) દક્ષાબેન વસાણી (૨૦) મંજુબેન કુંગસીયા (૨૧) રાણાભાઇ સાગઠીયા, (૨૨) બીપીનભાઈ બેરા, (૨૩) જયશ્રીબેન ચાવડા (૨૪) પરેશ આર. પીપળીયા (૨૫) જીતુભાઇ કાટોળીયા (૨૬) મિતલબેન લાઠીયા (૨૭) અશ્મીતાબેન દેલવાડીયા (૨૮) વિનુભાઈ સોરઠીયા (૨૯) મીનાબા જાડેજા (૩૦) ભારતીબેન મકવાણા(૩૧) અલ્પાબેન દવે અને (૩૨) કુસુમબેન ટેકવાણી, શિક્ષણ સમિતિ ચેરમેન વિક્રમભાઈ પૂજારા, શિક્ષણ સમિતિ સભ્ય હિતેશ રાવલ, મનસુખભાઈ વેકરીયા, શાસક પક્ષ ભાજપના કાર્યાલય મંત્રી મહેશ પરમાર, વોર્ડ અગ્રણીઓ જયેશ પંડા, જીતુભાઈ સેલારા, રાજકોટ મહાપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર મહેશ જાની, ચેતન નંદાણી, હર્ષદ પટેલ, મ્યુનિસિપલ સેક્રેટરી એચ.પી.પારેલીયા, આસી. કમિશનર સમીર ધડુક, એન. કે. રામાનુજ, ભરત કાથરોટીયા, સુરક્ષા અધિકારી આર.બી. ઝાલા, ચીફ ફાયર ઓફિસર અમિત દવે, પર્યાવરણ ઇજનેર પ્રજેશ સોલંકી, સીટી એન્જી. પી.ડી.અઢિયા, અતુલ રાવલ, મનોજ શ્રીવાસ્તવ, આરોગ્ય અધિકારી ડો. જયેશ વકાણી, ડાયરેકટર પાકર્સ એન્ડ ગાર્ડન ભાવેશ જાકાસણીયા, દબાણ હટાવ અધિકારી પરબત બારીયા, મેનેજર કૌશિક ઉનાવા, મેનેજર અને પી.એસ.ટુ મેયર વિપુલ ઘોણીયા, લાઈબ્રેરીયન નરેન્દ્ર આરદેસણા, નાયબ પર્યાવરણ ઇજનેર દિગ્વિજયસિંહ તુવર, વિરલ ચાવડા, વલ્લભભાઈ જીંજાળા, પી.એ.(ટેક.)ટુ કમિશનર હિમાંશુ દવે તેમજ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારી–કર્મચારી તથા શહેરના વિવિધ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech