રાજકોટના ટીઆરપી ગેમઝોનના અિકાંડને એક સાહ પૂર્ણ થયા પછી હજુ પણ કચેરીમાં ભયમિશ્રિત સન્નાટો જોવા મળી રહ્યો છે. દુર્ઘટના બાદ અધિકારીઓ ઉપર એસીબીની કાર્યવાહીથી ભારે ફફડાટ ફેલાઇ ગયો છે. કોર્પેારેશને હમણાં કામ વિના ન જવાય ! તેમ વિચારીને જાણે અરજદારો પણ આવવાનું ટાળવા લાગ્યા હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. અરજદારો, કોર્પેારેટરો, આગેવાનો અને કાર્યકરોથી સતત ધમધમતી કોર્પેારેશન કચેરી હાલ ખાલીખમ જોવા મળી રહી છે.
ઢેબર રોડ ઉપર આવેલી મુખ્ય કચેરીએ દરરોજ સેંકડો અરજદારો આવતા હોય છે અને સતત ધમધમાટ નજરે પડતો હોય છે પરંતુ તાજેતરમાં આ દ્રશ્યો ભૂતકાળ બન્યા છે. શાસક પાંખમાં મુખ્ય પાંચ પદાધિકારીઓમાંથી અમુક પદાધિકારી કયારેક કામ પૂરતા આંટો મારી નીકળી જાય છે. યારે અન્ય ૧૫ પેટા કમિટી ચેરમેન કચેરીમાં આવતા નથી અને તેમની ચેમ્બરને સતત તાળા મારેલા રહે છે.
યારે વહીવટી પાંખમાં હાલ સ્કૂલ વેકેશનનો સમયગાળો અને લોકસભા ચૂંટણીની આચારસંહિતાને કારણે કોઇ મહત્વપૂર્ણ કે નીતિવિષયક કામગીરી કરવાની રહેતી ન હોય અનેક અધિકારીઓ, ઇજનેરો અને કર્મચારીઓ સહપરિવાર ફરવા ઉપડી ગયા છે. અમુક દુર્ઘટના બન્યા પૂર્વેથી જ રજા ઉપર હતા તે પૈકીના અમૂકે તો રજા લંબાવી નાખી છે.અલબત્ત નવનિયુકત મ્યુનિસિપલ કમિશનરએ ટાઉન પ્લાનિંગ બ્રાન્ચ અને ફાયર બ્રિગેડ બ્રાન્ચના તમામ સ્ટાફની રજાઓ રદ કરી છે અને અગાઉથી રજા ઉપર હોય તેઓને રજા ટુંકાવી હાજર થવા હત્પકમ કર્યેા હોય આ બન્ને બ્રાન્ચના સ્ટાફની હાજરી જોવા મળે છે ઉલટું ત્યાં હવે કોઇ અરજદારો જોવા મળતા નથી ! એકંદરે કચેરીના ત્રણેય માળની કચેરીઓ સુમસામ ભાસી રહી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ મૈયાની પૂજા-અર્ચના કરાઇ
November 07, 2024 07:37 PMટ્રમ્પ ફરી સત્તા પર આવવાથી બાંગ્લાદેશની વધી ચિંતા
November 07, 2024 05:43 PMયુપીના શાહજહાંપુરમાં ખેતરમાથી મળ્યો હથિયારનો ખજાનો
November 07, 2024 05:38 PMકર્ણાટકમાં બસ ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો હાર્ટ એટેક, મહામહેનતે કંડક્ટરે બસ પર મેળવ્યો કાબુ
November 07, 2024 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech