રાજકોટ મહાપાલિકાના વોર્ડનં.૧૮માં ટીપી સ્કિમ નં.૧૨ (કોઠારીયા), ફાઇનલ પ્લોટ નં.૧૫/એના પ્લોટમાં મ્યુનિ. સાઉથ ઝોનલ ઓફીસ બનાવવામાં આવશે તેમજ વોર્ડ નં.૧૭માં પારડી મેઇન રોડ ઉપર ટીપી સ્કિમ નં.પાંચના અંતિમ ખંડ નં.૨૪૩માં સ્પોર્ટસ સંકુલ બનાવાશે. આ બન્ને પ્રોજેક્ટ માટેની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થતા મ્યુનિસિપલ કમિશનર દ્વારા આવતીકાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં દરખાસ્ત રજૂ કરાઇ છે.
વિશેષમાં મ્યુનિ.સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, પારડી રોડ ઉપરના રાધે ચોકમાં સાઉથ ઝોન ઓફિસ બનાવવા ટેન્ડર પ્રક્રિયા કરાઇ હતી જેમાં ૩૦.૪૦ કરોડનું એસ્ટીમેટ હતું. આ કામે કુલ ત્રણ ટેન્ડર આવ્યા હતા જેમાં બે ક્વોલિફાઈ થયા હતા. ક્વોલિફાઇ થયેલા બન્ને ટેન્ડરમાં બેકબોનએ ૭.૧૩ ટકા ઓન ભાવ ઓફર કર્યો હતો, જ્યારે વિનય ઇન્ફ્રાટેક પ્રા.લિ.એ ૯.૩૦ ટકા ડાઉન ભાવ ઓફર કર્યો હતો આથી જીએસટી સહિત કુલ ૩૨.૫૪ કરોડમાં વિનય ઇન્ફ્રાટેકને કામ આપવા દરખાસ્ત કરાઈ છે, અહીં કુલ ૧૭૯૮૦.૨૬ ચોરસ મીટર જમીનમાં સેલર પાર્કિંગ સાથેની ત્રણ માળની ઝોન ઓફિસ બનશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે વોર્ડ નં.૧૭માં પારડી રોડ ઉપર રણછોડ દાસ બાપુ કોમ્યુનિટી હોલની નજીકમાં ૮૧૦૨ ચોરસ મીટર જમીનમાં સ્પોર્ટ્સ સંકુલ બનાવવા માટે ૨૩.૨૭ કરોડના એસ્ટીમેટ સાથે ટેન્ડર પ્રક્રિયા કરાઇ હતી જેમાં કુલ ચાર એજન્સીના ટેન્ડર આવ્યા અને ત્રણ એજન્સીના ટેન્ડર ક્વોલિફાઇ થયા હતા જેમાં આશિષ કન્સ્ટ્રકશન કંપનીએ ૨.૭૦ ટકા ડાઉન ભાવ ઓફર કર્યા હતા જે લોએસ્ટ હોય તેને ૨૬.૭૨ કરોડમાં મટિરિયલ્સના પ્રાઇસ વેરીએશન મુજબ કામ આપવા દરખાસ્ત કરાઇ છે.
વિશેષમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર એ જણાવ્યું હતું કે આવતીકાલની મિટિંગના એજન્ડામાં બિલકુલ ૩૨ દરખાસ્તો રજૂ કરવામાં આવી છે જેમાં (૧) લીગલ શાખામાં લીગલ ઇન્ટર્નની ઇન્ટર્નશીપ આધારિત ત્રણ જગ્યાઓ ઉપસ્થિત કરવા અને ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી સાથે એમઓયુ કરવા (૨) વોટર ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સ સેલ, ઈસ્ટ ઝોન હસ્તકના નારાયણનગર પમ્પીંગ સ્ટેશનના ઓપરેશન એન્ડ પ્રિવેન્ટીવ મેઇન્ટેનન્સ કામ દ્વિવાર્ષિક ધોરણે કોન્ટ્રાક્ટથી કરાવવા (૩) રાજકોટ મહાપાલિકાના પ્રાણી ઉદ્યાન ખાતે પ્રપોઝડ લાયન સફારી પાર્ક વિસ્તારમાં પાણીનો ટાંકો બનાવવા (૪) પાણીને જંતુમુકત કરવા માટે લીકવીડ કલોરિનની ખરીદી કરવા
(૫) પાણીના શુધ્ધિકરણ માટે લિક્વીડ પોલી એલ્યુમીનીયમ ક્લોરાઇડ ખરીદવા (૬) વોટર મેનેજમેન્ટ યુનિટના વોટર વર્કસ તથા ડ્રેનેજ વિભાગના ડી.જી.સેટ સર્વિસ તથા મેઈન્ટેનન્સ કામ માટે દ્વિવાર્ષિક રેઇટ કોન્ટ્રાકટ કરવા (૭) બી.ટી. સવાણી કિડની હોસ્પિટલને એફ.પી.નં.૩૧/એ ટી.પી. પ્લોટ બાંધકામ મટીરીયલ, લેબર વસવાટ અને સાધન સામગ્રી રાખવા માટે જગ્યા ફાળવવા (૮) વોર્ડ નં.૧માં ઘંટેશ્વર-વર્ધમાન નગર વિસ્તારની વી.-૮૮ સોસાયટીમાં(નવા ૧૫૦ ફુટ રિંગ રોડ પર એસ.આર.પી. કેમ્પ સામે) જનભાગીદારી યોજના હેઠળ ૧૫૦ તથા ૧૦૦ એમ.એમ. ડાયા.ની ડી.આઇ. પાઇપલાઇન નાંખવા (૯) વોર્ડ નં.૮માં નાના મવા મેઇન રોડ પર રાજનગર ચોકથી લક્ષ્મીનગર અન્ડરબ્રિજ સુધી વરસાદી પાણીના નિકાલ માટે પાઇપ ગટર નાંખવા (૧૦)
રાજકોટ શહેરના અલગ-અલગ રસ્તાઓ પર આવેલ જુના હયાત સેન્ટર લાઇટીંગ પાંચ વર્ષના કોમ્પ્રીહેન્સીવ ઓ એન્ડ એમ સાથે સીસ્ટમ સુધારણા-નવિનીકરણના કામ અંગે (૧૧) વોર્ડ નં.૩માં પરસાણાનગર શેરી નં.૧માં વરસાદી પાણીના નિકાલ માટે પાઇપ ગટર નાખવા
(૧૨) વોર્ડ નં.૬માં આવેલ રાજીવ આવાસ યોજના-ગોકુલનગર પ્રોજેક્ટમાં બિલ્ડીંગ ઇ,એફમાં રિનોવેશન કરવા (૧૩) વોર્ડ નં.૨,૩,૭,૧૩,૧૪ અને ૧૭ના વિસ્તારમાં મુખ્ય રસ્તાઓ, ડિઝાઇન રોડ તેમજ સોસાયટીઓના રસ્તાઓ ડામર કાર્પેટ તથા રીકાર્પેટ કરવા (૧૪) વોર્ડ નં.૧૨માં વાવડી વિસ્તારમાં અલય ગાર્ડન સોસાયટીમાં ડી.આઇ.પાઇપલાઇન નાખવા (૧૫) શહેરીજનોને વોટ્સએપ દ્વારા રાજકોટ મહાનગરપાલિકાની સેવાઓ આપવા માટે પ્રોક્યોરમેન્ટ ઓફ વ્હોટ્સ એપ એપીઆઇ ફોર આરએમસી ઓન વ્હોટ્સ એપ સર્વિસના કામે દ્વિવાર્ષિક કોન્ટ્રાક્ટ કરવા, (૧૬) મ્યુનિ.આઈ.ટી. વિભાગ ખાતે આવેલ ડેટા સેન્ટરના બ્લેડ સેન્ટર અને સર્વર માટેના વાર્ષિક નિભાવની કામગીરીનો કોન્ટ્રાક્ટ વધુ છ માસ માટે લંબાવવા (૧૭) વોર્ડ નં.૩માં પ્રાઈવેટાઇઝેશનથી ભૂગર્ભ ગટર ફરિયાદોનો નિકાલ કરવાના કામનો કોન્ટ્રાક્ટ આપવા
(૧૮) વોર્ડ નં.૨માં એરપોર્ટ રોડ પર છોટુનગરમાં નવી આંગણવાડી બનાવવાના તથા દત્તોપંત ઠેંગડી લાયબ્રેરીમાં ફર્નિચર તથા જરૂરી રીનોવેશન કરવા (૧૯) વોર્ડ નં.૭માં રામનાથ મહાદેવ મંદિર પાસે પાર્કિંગ માટે રીટેઇનીંગ વોલ બનાવવા (૨૦) વોર્ડ નં.૩માં ૧૫૦ ફૂટ રિંગ રોડ માધાપર સર્કલની દક્ષિણ તથા પશ્ચિમ બાજુના ભાગમાં પાર્ટ-૧ ડ્રેનેજ પાઇપલાઇન, હાઉસ કેનેકશન ચેમ્બર્સ તથા રોડ રીસ્ટોરેશન કરવા (૨૧) વોર્ડ નં.૩માં ૧૫૦ ફૂટ રિંગ રોડ માધાપર સર્કલની દક્ષિણ તથા પૂર્વ બાજુના ભાગમાં પાર્ટ-૪ ડ્રેનેજ પાઇપલાઇન, હાઉસ કનેકશન ચેમ્બર્સ તથા રોડ રીસ્ટોરેશન કરવા (૨૨) વોર્ડ નં.૩માં ૧૫૦ ફૂટ રિંગ રોડ માધાપર સર્કલની ઉત્તર તથા પશ્ચિમ બાજુના ભાગમાં પાર્ટ-૨-બી ડ્રેનેજ પાઇપલાઇન, હાઉસ કનેકશન ચેમ્બર્સ તથા રોડ રીસ્ટોરેશન કરવા (૨૩) વોર્ડ નં.૩માં ૧૫૦ ફૂટ રિંગ રોડ માધાપર સર્કલની ઉત્તર તથા પશ્ચિમ બાજુના ભાગમાં પાર્ટ-૨-એ ડ્રેનેજ પાઇપલાઇન, હાઉસ કનેકશન ચેમ્બર્સ તથા રોડ રીસ્ટોરેશન કરવા (૨૪) વોર્ડ નં.૭માં સર્વેશ્વર ચોકથી ડૉ. યાજ્ઞિક રોડને જોડતો હયાત વોંકળો ડાયવર્ટ કરી, નવું બોકસ કલ્વર્ટ બનાવવાના કામ અંતર્ગત બાકી રહેતી વધારાની કામગીરીના કામ માટે કોન્ટ્રાકટ આપવા (૨૫) મ્યુનિ. શાખાઓ માટે પરચુરણ સ્ટેશનરી ખરીદીનો દ્વિવાર્ષિક રેઈટ કોન્ટ્રાક્ટ કરવા (૨૬) મ્યુનિ. શાખાઓ માટે ટોનર કાર્ટીઝ ખરીદીનો દ્રિવાર્ષિક રેઇટ કોન્ટ્રાક્ટ કરવા (૨૭) સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેકટ તથા અન્ય પ્રોજેકટ માટે નેશનલ ઇન્ફોર્મેટીકસ સેન્ટર સર્વિસીઝ ઇન્કોર્પોરેટેડના કન્સલ્ટન્ટની કામગીરી આપવા (૨૮) ઢોર ડબ્બાના પ્રાણીઓ માટે ઘાસચારો સપ્લાય કરવાના કામનો દ્વિવાર્ષિક રેઇટ કોન્ટ્રાક્ટ આપવા સહિતની દરખાસ્તો અંગે નિર્ણય થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજમ્મુ કાશ્મીરમાં જામનગર વાસીઓ ફસાયા
April 24, 2025 06:25 PMકલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
April 24, 2025 06:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech