સોની બજારમાં ધડાધડ મિલકતો સીલ કરતી મહાપાલિકા

  • February 15, 2024 04:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકાનાં કમિશનર આનંદ પટેલના આદેશથી બાકી મિલકતવેરો વસૂલવા માટે આજરોજ ટેક્સ બ્રાન્ચની ટુકડીઓ સોની બજાર કોઠારીયા નાકા પેલેસ રોડ તેમજ આશાપુરા મંદિર રોડ સહિતના વિસ્તારોમાં ત્રાટકી હતી અને આજે બપોર સુધીમાં સોની બજારની ઓમ ચેમ્બર્સ કોઠારીયા નાકાના ગોલ્ડન માર્કેટ કોમ્પલેક્ષ તેમજ સોની બજારના છેડે આવેલા સમન્વય પેલેસ કોમ્પ્લેક્સ સહિતના સ્થળોએ કુલ ચાર મિલકતો સહિત સમગ્ર શહેરમાં આજે 15 મિલ્કતો સીલ કરી હતી તેમજ અન્ય 15 મિલ્કતોને ટાંચ જપ્તી નોટીસની બજવણી કરાઈ હતી. એક નળ કનેક્શન ક્પાત કરાયું હતું અને બપોર સુધીમાં રૂા.44.77 લાખ રીકવરી કરાઇ હતી.
વિશેષમાં રાજકોટ મહાનગરપાલિકાની ટેક્સ બ્રાન્ચના અધિકારી સૂત્રોએ આજની રિકવરી ડ્રાઇવની વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે વોર્ડ નં-3માં લોહાણાપરામાં રઘુનાથજી આર્કેડમાં ફોર્થ ફ્લોર 1-યુનિટ સામે રીકવરી રૂ.63,539, લોહાણાપરામાં રઘુનાથજી આર્કેડમા ફર્સ્ટે ફ્લોર શોપ નં-107 ના નોટીસ સામે રીકવરી રૂ.98,981,વોર્ડ નં-5માં નવાગામ મેઇન રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.1.00 લાખ, ભાવનગર રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.50,000,કુવાડવા રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.50,000, સોનીબજાર મેઇન રોડ પર આવેલ સમન્વય પેલેસ1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.50,000, લોહાણાપરામાં 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.1.89 લાખ, વોર્ડ નં.6માં સંત કબીર રોડ પર આવેલ શ્રી રણછોડનગર શેરી નં-14માં શોપ નં-2 નાબાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.1.12 લાખ,વોર્ડ નં-7માં ઘી કાંટા રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.1.82 લાખ, ગોંડલ રોડ પર આવેલ આહ્યયા એપાર્ટેમેન્ટ 1-નળ કનેક્શન કપાત કરતા રીકવરી રૂ.1.05 લાખ, ભક્તિનગરમાં આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.1.30 લાખ, ભક્તિનગર સ્ટેશન પ્લોટ શેરી નં-6માં 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.1.013 લાખ. કોઠારીયા નાકે ગોલ્ડન માર્કેટમાં શોપ નં-બી.5 ને સીલ, સોનીબજારમાં 2-યુનિટને સીલ, સોનીબજારમાં ઓમ ચેમ્બરમાં ફર્સ્ટે ફ્લોર શોપ નં-101 ને સીલ, વોર્ડ નં-10માં કાલાવાડ રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.1.00 લાખ, વોર્ડ નં-12મા ગોંડલ રોડ પર આવેલ શ્રીનાથ હાઇડ્રોલિંકના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી 64,000 હજારનો ચેક,વાવડી વિસ્તારમાં 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી 79,000 હજારનો ચેક આપેલ, વોર્ડ નં-13માં ગોંડલ રોડ પર આવેલ કીર્તી મોડલીંગના 1-યુનિટ ની નોટીસ સામે રીકવરી રૂ.1.00 લાખ, ગોંડલ રોડ ઉપર આવેલ 2-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.90,000, ગોકુલનગરમાં 1--યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.50,000, વોર્ડ નં-15માં આજી.જી.આઇ.ડી.સી વિસ્તારમાં 2-યુનિટની નોટીસ સામે ચેક આપેલ,આજી.જી.આઇ.ડી.સી વિસ્તારમાં 1-યુનિટ સીલ, વોર્ડ નં-16માં કોઠારીયા રોડ પર આવેલ 3-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.37,900, વોર્ડ નં-18માં કોઠારીયા રોડ પર આવેલ ભોમેશ્વર ઇન્ડ એરીયામાં 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.56,660, ગોંડલ રોડ પર આવેલ બાલજી ઇન્ડ એરીયામાં શેરી નં-5 શેડ નં-6 પ્લોટ નં-6 ના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.50,000, સ્વાતી મેઇન રોડ પર આવેલ ખોડલ ઇન્ડ ના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.50,000, સ્વાતી મેઇન રોડ પર આવેલ એંજલ માર્કેટીંગના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.50,000, સ્વાતી મેઇન રોડ પર આવેલ શ્રી વિશ્વકમર્નિા બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.50,000, કોઠારીયા રોડ પર આવેલ જય ખોડીયાર એગ્રોના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.1.52 લાખ સહિતની કાર્યવાહી કરાઇ હતી. ઉપરોક્ત કાર્યવાહીમાં મેનેજર વત્સલ પટેલ, નિરજ વ્યાસ ,સિદ્ધાર્થ પંડયા, ફાલ્ગુનીબેન કલ્યાણી, નિલેશ કાનાણી, તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરો દ્વારા આસી.કમિશ્નર સમીર ધડુક તથા વી.એમ.પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ સ્ટાફ રોકાયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application