BREAKING NEWS

મહિનામાં ૧ નહીં પણ ૨ વાર મળવો જોઈએ પગાર', શાહી.કોમના ફાઉન્ડર અનુપમ મિત્તલની કંપનીઓને મોટી અપીલ 

  • June 03, 2026 03:50 PM 



ભારતના અગ્રણી બિઝનેસમેન અને મેટ્રિમોનિયલ સાઇટ 'શાહી.કોમ' (Shaadi.com) ના સ્થાપક અનુપમ મિત્તલે દેશની તમામ કંપનીઓને બ્રિટિશ કાળથી ચાલી આવતી પરંપરાગત પેરોલ સિસ્ટમ (Payroll System) બદલવાની અપીલ કરી છે. તેમણે કંપનીઓને સૂચન કર્યું છે કે કર્મચારીઓ પરનો આર્થિક બોજ ઓછો કરવા માટે તેમને મહિનામાં એકવારના બદલે બે વાર સેલરી (પગાર) ચૂકવવી જોઈએ.
અનુપમ મિત્તલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લિંક્ડઇન (LinkedIn) પર એક પોસ્ટ શેર કરીને આ ક્રાંતિકારી વિચાર રજૂ કર્યો છે.
ઓફિસના અન્ય આકર્ષણો વચ્ચે બેઝિક જરૂરિયાતની અવગણના મિત્તલે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે આજકાલ કંપનીઓ પ્રતિભાશાળી કર્મચારીઓને આકર્ષવા માટે મફત જમવાનું વર્ક ફ્રોમ હોમ કે લાંબી રજાઓ જેવા આકર્ષક લાભો આપે છે. પરંતુ, તેઓ કર્મચારીઓની સૌથી પાયાની અને મૂળભૂત જરૂરિયાત એટલે કે 'સમયસર પગાર' ચૂકવવાની બાબતને નજરઅંદાજ કરે છે.
તારીખ લંબાવવાની મુશ્કેલી:- સામાન્ય રીતે કંપનીઓ દર મહિનાની ૭ તારીખ કે તે પહેલાં પગાર આપે છે, પરંતુ જો એ દિવસોમાં વીકેન્ડ (શનિ-રવિ) કે રજા આવી જાય, તો સેલરી હજુ પાછળ ઠેલાય છે, જેનાથી કર્મચારીઓ પરેશાન થાય છે


પગારમાં વિલંબથી કર્મચારીઓના જીવન પર પડતી ૩ મોટી અસરોઅનુપમ મિત્તલના મતે, પગારમાં થતો થોડા દિવસોનો વિલંબ પણ મધ્યમવર્ગીય કર્મચારીઓના વ્યવહારિક જીવનને અસ્તવ્યસ્ત કરી નાખે છે:


૧. EMI બાઉન્સ થવી:- હોમ લોન કે કાર લોનના હપ્તા (EMI) સમયસર ન કપાય તો પેનલ્ટી અને સિબિલ સ્કોર બગડવાનો ડર રહે છે.
૨. મકાન ભાડું ચૂકવવામાં મોડું:- સમયસર ભાડું ન આપી શકવાના કારણે મકાનમાલિકો સામે શરમજનક સ્થિતિ મુકાવું પડે છે.
૩. માનસિક તણાવ:- હાથમાં રોકડ નાણાં ન હોવાના કારણે ઘર ચલાવવામાં આર્થિક તણાવ ઊભો થાય છે.
દર મહિનાની ૧૫ અને ૩૦ તારીખે સેલરી આપવાનો પ્રસ્તાવ તેમણે તમામ કોર્પોરેટ કંપનીઓને સૂચવ્યું છે કે દર મહિનાની ૧૫મી અને ૩૦મી તારીખે એમ બે હપ્તામાં પગાર ચૂકવવાની વ્યવસ્થા શરૂ કરવી જોઈએ. આજની એડવાન્સ ટેકનોલોજી અને ઓટોમેટેડ સૉફ્ટવેરના જમાનામાં કંપનીઓ માટે આ પ્રક્રિયા બિલકુલ અઘરી નથી.
નવો પેરોલ નિયમ અપનાવવાથી કોને અને શું ફાયદો થશે?
પ્રભાવિત ક્ષેત્ર

મળવાપાત્ર મુખ્ય ફાયદાઓ
કર્મચારીઓ આર્થિક સ્થિરતા મળશે, દેવાના કે વ્યાજના ચક્રમાંથી મુક્તિ મળશે અને લોન લેવાની જરૂર નહીં પડે.કંપનીઓ કર્મચારીઓનો કંપની પ્રત્યેનો ભરોસો અને આદર વધશે, જેથી તેઓ વધુ સારી ઉત્પાદકતા આપશે.અર્થતંત્ર બજારમાં લોકોની ખરીદશક્તિ સતત જળવાઈ રહેશે, જેનાથી આખા દેશના અર્થતંત્રને વેગ મળશે.તેમણે ઉદાહરણ આપતા જણાવ્યું કે તેમની પોતાની કંપની Shaadi.com એ થોડા વર્ષો પહેલા જ આ ફેરફાર કર્યો છે અને તેઓ હવે પછીના મહિનાના બદલે ચાલુ મહિનાના અંતે જ સેલરી જમા કરી દે છે. આ કોઈ વૈભવી સવલત નથી પરંતુ સામાન્ય કોમન સેન્સનો ભાગ છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News