શહેરમાં ફળ અને શાકભાજીમાં થતાં કાળાબજાર રોકવા કોર્પોરેટની માંગ

  • May 08, 2021 11:29 AM 

વોર્ડ નં. 13ના નગરસેવક કેતન નાખવાએ જીલ્લા પુરવઠા અધિકારીને લખેલો પત્ર

હાલમાં કોવિડ-19ની બીજી લહેર ચાલી રહી છે ત્યારે શહેરમાં ફળ અને શાકભાજીમાં કાળાબજાર થતા હોય તેવું જાણમાં આવ્યું છે, કોરોના કાળમાં જરી ફળ અને શાકભાજીના ભાવમાં બેફામ વધારો થયો છે, પ્રથમ લહેર વખતે જે રીતે આપના વિભાગ દ્વારા ફળ અને શાકભાજીના ભાવનું બાંધણુ કરવામાં આવ્યુ હતું, ત્યારે આ વખતે પણ આ પ્રકારની વ્યવસ્થા કરવાની માંગણી વોર્ડ નં. 13ના નગરસેવક કેતન નાખવાએ જીલ્લા પુરવઠા અધિકારીને લખેલા પત્રમાં કરી છે.

આ પત્રમાં જણાવાયું છે કે ભાવ વધારાના કારણે નાના અને મઘ્યમ વર્ગના લોકોને ખુબજ મુશ્કેલીનો સામનો કરવો પડી રહયો છે, ખાસ કરીને નાળીયેરના ભાવ હાલમાં ા. 70 થી 100 તેમજ મોસંબીના એક કીલોના ા. 120 થી 130 ભાવ છે ત્યારે હોલસેલ નાળીયેરની ખરી કિંમત ા. 30 છે અને મોસંબીની ખરી કિ. ા. 50 થી 60 છે, આ પરીસ્થીતમાં નાના અને મઘ્યમ વર્ગના લોકો જે કોરનાની બિમારી તેમજ અન્ય બિમારીથી પીડાઇ રહયા છે તેમણે આવા ફળનો ઉપયોગ કરવો પડે છે ત્યારે તાત્કાલીક અસરથી કાળા બજાર રોકવાની માંગણી પત્રમાં કરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS