ભારતીય બાળકોમાં જોવા મળ્યાં કોરોના વાયરસના ઘાતક સિન્ડ્રોમ

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના વાયરસના અત્યાર સુધીમાં જેટલા રિપોર્ટ આવી રહ્યા છે તેમાં બાળકોના સંક્રમણની સંખ્યા ખૂબ ઓછી છે. જે પણ કેસ સામે આવ્યા છે તેમાં બાળકો કોઈ લક્ષણ જોવા મળ્યા નથી અથવા તો અતિ સામાન્ય લક્ષણ જોવા મળ્યા છે. ઈટાલી, સ્પેન, બ્રિટેન અને અમેરિકાના કેટલાક બાળકોમાં કોરોના સબંધિત એક નવો સિન્ડ્રોમ  જોવા મળ્યો એવી વાત આવી હતી. આ ખતરનાક લક્ષણને મલ્ટી સિસ્ટમ ઈન્ફલેમેટરી સિન્ડ્રોમ (MIS-C) નામ આપવામાં આવ્યું છે. જો ચિંતા એ વાતની છે કે હવે આ સિન્ડ્રોમ ભારતીય બાળકોમાં જોવા મળી રહ્યા છે.

 

ભારતમાં MIS-Cના મામલા ઓછા જોવા મળ્યા છે પરંતુ AIIMS દિલ્હીમાં MIS-Cના બે કેસના સ્ટડીમાં જોવા મળ્યું કે આ બાળકોને વધુ તાવ હતો અને બાકીની લક્ષણ જુદા જુદા હતા. અઢી વર્ષના બાળકને કફ, શરદી અને દોરા પાડવાની ફરિયાદ હતી જ્યારે છ વર્ષના બાળકને તાવ સાથે શરીરમાં ફોલ્લીઓ થઈ હતી. નવા જોવા મળેલા આ સિન્ડ્રોમમાં બાળકોને તાવ સાથે શરીરમાં સોજો આવવો, શરીરનું કોઈ કામ ન કરવું વગેરે જેવા લક્ષણો જોવા મળ્યા છે.

 

કોરોના વાયરસ રોજ નવા રૂપ દેખાડીને વધુ દરાવી રહ્યો છે ત્યારે આપણે સાવધાની રાખવી જ હિતાવહ રહે છે. બાળકો અને વૃદ્ધધઓએ વિશેષ કાળજી રાખવી  પડશે. બાળકોમાં ઈમ્યુન રિસપોન્સ ખૂબ મજબૂત હોવાથી અને વેકસીનના કારણે ઈમ્યુનિટી વધી જાય છે. 12 વર્ષથી નાના બાળકોને કેટલીક દવા આપી શકાતી નથી આથી તેની કાળજી વધુ રાખવી પડે છે.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS