ભાજપના કોર્પોરેટર નરેન્દ્રસિંહ જાડેજાના પરિવારમાં કોરોનાનું સંક્રમણ

  • April 19, 2021 07:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ઘોઘુભાના ધર્મપત્ની ઘ્રુપદાબા જાડેજા ઉપરાંત રાજકોટના વોર્ડ નંબર 3 ના કોર્પોરેટર નરેન્દ્રસિંહ જાડેજાના પત્ની ધર્મિષ્ઠાબા તથા પુત્ર નિલરાજ જાડેજા પણ કોરોના પોઝિટિવ થયાં છે અને હાલ પેટ્રીયા ખાતે સારવાર લઇ રહ્યા છે. ગત ૮મી એપ્રિલના રોજ કોર્પોરેટર  નરેન્દ્રસિંહ જાડેજાના દિકરીબા કોરોના ગ્રસ્ત થયેલ. ત્યારબાદ પરિવારમાં વધુ સભ્યો કોરોના સંક્રમિત થતા ચિંતા વ્યાપી છે. 

 

આજકાલ સાથેની વાતચીતમાં કોર્પોરેટર નરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આજરોજ ઘંટેશ્વર મુકામે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કેમ્પ કરી ૧૦૦થી વધુ ટેસ્ટ કરવામાં આવેલ જે પૈકી ૪૫થી વધુ પોઝિટિવ કેસ આવેલ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS