રાજકોટમાં માર્ચમાં કોરોનાના ત્રીજા રાઉન્ડની શકયતા!

  • February 19, 2021 02:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકાની ચૂંટણી નજીકમાં છે અને કોરોના હજુ ગયો નથી ત્યાં શહેરીજનો માસ્ક પહેયર્િ વિના ફરવા લાગ્યા છે, સોશિયલ ડિસ્ટન્સ રાખવાનું ચુકવા લાગ્યા છે, સેનેટાઇઝર કે સાબુથી હાથ ધોવાનું પણ સાવ વિસરી ગયા છે. કોરોના ઘટયો જર છે પરંતુ હજુ ગયો નથી, દરરોજ કોરોનાના નવા પોઝિટિવ કેસ મળી રહ્યા છે તેમ છતાં નાગરિકો હજુ પણ બેદરકારી દાખવી રહ્યા છે. રાજકોટમાં તા.18 માર્ચના રોજ ગુજરાત રાજ્યનો કોરોનાનો સર્વપ્રથમ પોઝિટિવ કેસ મળ્યો તેને આજે 18 ફેબ્રુઆરીના રોજ 11 મહિના પૂર્ણ થઇ ગયા છે તેમ છતાં હજુ પણ લગાતાર કોરોનાના પોઝિટિવ કેસ મળી રહ્યા છે.

 


રાજકોટમાં સપ્ટેમ્બર 2020માં કોરોના ટોચ પર પહોંચ્યો હતો અને સૌથી વધુ દર્દીઓ આ મહિનામાં નોંધાયા હતાં ત્યારબાદ ડિસેમ્બર મહિનામાં કોરોનાનો બીજો રાઉન્ડ આવ્યો હતો. જયારે હાલમાં જે રીતે નાગરિકો કોરોના ગાઇડલાઇન્સનો ખુલ્લે આમ ભંગ કરીને રોજીંદુ જીવન જીવવા લાગ્યા છે તે જોતા મહાપાલિકાની ચૂંટણી બાદ માર્ચ મહિનામાં કોરોનાનો ત્રીજો રાઉન્ડ આવે તેવી શકયતા નકારી શકાતી નહીં હોવાનું ખુદ તબીબી વર્તુળો માની રહ્યા છે. ગ્રાઉન્ડ લેવલે કામ કરતા મેડિકલ સ્ટાફ અને પેરા મેડિકલ સ્ટાફને પણ ચૂંટણી બાદ કોરોના વકરે તેવી ભીતી તો છે જ! જે રીતે સોશિયલ ડિસ્ટન્સ રાખ્યા વિના અને માસ્ક પહેયર્િ વિના સભા-સરઘસ સંમેલનો અને જમણવારો યોજાઇ રહ્યા છે તે જોતા કોરોના ન ફેલાય તો જ નવાઇ છે!

 


મહાપાલિકા તંત્ર નાગરિકોને અનેક અપીલો કરી રહ્યું છે તેમજ આરોગ્ય કેન્દ્રો ખાતે વિનામૂલ્યે કોરોના ટેસ્ટની સુવિધાઓ પણ આપી રહ્યું છે. પરંતુ નાગરિકો આ અપીલો અને સુવિધાઓને ધ્યાને લેતાં નથી અને જાણે કોરોના નાબૂદ થઇ ગયો હોય તેમ જીવન જીવવા લાગ્યા છે આ ભૂલ ભારે પડી શકે તેવી છે.

 


દરમિયાન આજે બપોરે મહાપાલિકાએ જાહેર કરેલા સત્તાવાર કોવિડ બુલેટિન અનુસાર રાજકોટમાં આજે બપોર સુધીમાં કોરોનાના વધુ 8 કેસ નોંધાયા છે અને આ સાથે શહેરમાં કોરોનાના કુલ કેસ 15,773 થયા છે. જયારે 15,485 દર્દીઓ સાજા થતાં તેમને રજા અપાઇ છે. આજ સુધીમાં કુલ 5,85,180 નાગરિકોના કોરોના ટેસ્ટ કરાયા છે. ગઇકાલે 963 નાગરિકોના કોરોના ટેસ્ટ કરાયા હતાં. જેમાં 34ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતાં.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS