ગણેશ મહોત્સવમાં કોરોનાનો કહેર : રાજકોટમાં નવા 64 પોઝિટિવ કેસ નોંધાયા

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાં રોજ કોરોનાનો પોઝિટિવ આંક વધી રહ્યો છે. એક તરફ ગણપતિ મહોત્સવની ઉજવણીમાં લોકો ખુશ છે. અને બીજી તરફ આવા માઠા સમાચાર લોકોની ખુશી છીનવી રહ્યાં છે. આજે દરેક લોકો ગણપતિ બાપાને એક જ પ્રાર્થના કરી રહ્યાં છે કે હે બાપા, હે વિઘ્નહર્તા ઝડપથી અમને આ કોરોના મહામારીમાંથી ઉગારો. આજે તંત્ર દ્વારા જાહેર કરાયેલ માહિતી અનુસાર દિવસભરમાં 64 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે. બપોરે 12 વાગ્યા સુધીમાં 34 અને ત્યાર પછી 5 વાગ્યા સુધીમાં 30 ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે 38 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

 

આમ નવા 64 કેસ સાથે રાજકોટમાં હાલ સુધીના 2564 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે. જેમાંથી હાલ 1067 દર્દીઓ સારવાર હેઠળ છે. આજ દિવસા સુધીમાં કુલ 1336 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ સુધીમાં 43012 લોકોના કોવિડ 19 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમા પોઝિટિવિટી રેટ 5.81% નોંધાયો છે. કોરોનાને રોકવા માટે તંત્ર અને નાગરિકોએ જાગૃત બનીને કામ કરવું પડશે એવું લાગી રહ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS