દ્વારકા જિલ્લામાં કોરોનાનો ચિંતાજનક હાઈ જમ્પ: નવા 133 કેસ

  • May 10, 2021 10:18 AM 

બે દિવસમાં છ મૃત્યુ નોંધાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ હવે નવી હાઈ સપાટી ધારણ કરી રહ્યું છે. જેમાં શનિવારે નવા 58 કેસ બાદ ગઈકાલે રવિવારે નવા 75 કેસ નોંધાતા લોકોમાં ચિંતાની લાગણી જન્મી છે. બે દિવસમાં ખંભાળિયા તાલુકામાં 48, ભાણવડ તાલુકામાં 45, કલ્યાણપુર તાલુકામાં 24 અને દ્વારકા તાલુકામાં 16 નવા દર્દીઓ નોંધાયા છે. કોરોના કાળ દરમ્યાન સૌથી વધુ રવિવારે નોંધાયેલા કેસથી પરિસ્થિતિ ગંભીર બની રહી હોવાનો અહેસાસ લોકો કરી રહ્યા છે. જોકે બે દિવસ દરમ્યાન શનિવારના 56 સહિત કુલ 66 દર્દીઓને સ્વસ્થ જાહેર કરવામાં આવ્યા છે. જેથી જિલ્લામાં એક્ટિવ કેસનો આંકડો વધીને 668 થયો છે. છેલ્લા બે દિવસના સમયગાળામાં સરકારી ચોપડે નવા માત્ર છ મૃત્યુ સાથે કુલ 121 મૃત્યુ નોંધાયા છે.

હાલની આ પરિસ્થિતિ લોકોની બેજવાબદારી અને બેદરકારીના લીધે સર્જાઈ છે કે સરકારી તંત્રની નિષ્ફળતાથી એ પણ વિચારવા જેવો મુદ્દો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS