ડરવાના નહીં પરંતુ સમજવાના સમાચાર હવાના માધ્યમથી પણ ફેલાય છે કોરોના વાયરસ : ધ લાંસેટનાં રિપોર્ટમાં અપાઈ સાબિતી

  • April 17, 2021 08:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારત સહિત મોટાભાગના દેશમાં કોરોના મહામારીનો પ્રકોપ ચરમસીમાએ છે. સાથે જ કોરોના વાયરસના લક્ષણો સતત બદલાતા રહે છે. ભારતમાં પણ કોરોનાવાયરસના લક્ષણો જોવા મળી રહ્યા છે. જરનલ ધ લાંસેટમાં એક અહેવાલ પ્રગટ કરવામાં આવ્યો છે અને રિપોર્ટમાં દાવો કરાયો છે કે કોરોનાનું વધુ પડતું ટ્રાંસમિશન હવાના માધ્યમથી ફેલાઇ છે અને સુરક્ષા પ્રોટોકોલમાં તાત્કાલિક બદલાવ લાવવાની જરૂરિયાત છે.

 

 

ઈંગ્લેન્ડ અમેરિકા અને કેનેડાના છ વિશેષજ્ઞોએ આ રિપોર્ટ તૈયાર કર્યો છે અને રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, હવાના માધ્યમથી આ વાયરસ ફેલાતો નથી તે વાતની સાબિત કરવાની પર્યાપ્ત સાબિતી નથી. મોટાભાગના વૈજ્ઞાનિકો એવું જ માને છે. નવા રિપોર્ટના આધારે વિશેષજ્ઞોનું કોરોના સામે લડવાના પ્રોટોકોલમાં બદલાવ કરવાનું જ સૂચન છે.  

 

 

વિશ્વ પ્રસિદ્ધ મેડિકલ જરનલ ધ લાંસેટમાં પોતાના રિપોર્ટમાં જે દાવો કર્યો છે કે, હવાના માધ્યમથી કોરોનાવાયરસ ફેલાઈ રહ્યો છે તેના મુખ્ય કારણો પણ જણાવવામાં આવ્યા છે. જે કારણો નીચે અનુસાર છે.

 

 

વાઈરસના સુપરસ્પ્રેડીંગ ઈવેંટ ઝડપથી SARS-COV-2 વાઇરસને આગળ લઈ જાય છે. વાસ્તવમાં આ મહામારીના શરૂઆતી વાહક હોઈ શકે છે. આવું ટ્રાન્સમિશન ટીપાંની બદલે હવાના માધ્યમથી સરળતાથી ફેલાઇ છે.

 

 

કોરોન્ટીન હોટેલમાં એક બીજાથી દૂર રહેવાવાળા લોકોના રૂમની વચ્ચે પણ આ ટ્રાન્સમિશન જોવા મળ્યું છે. જ્યારે લોકો એકબીજાને રૂમમાં પણ ગયા નથી.

 

 

વિશેષજ્ઞનો દાવો છે કે તમામ કોવિડ મામલામાં 33 ટકાથી 59ટકા મામલામાં એસિમ્પ્ટોમેટિક અથવા પ્રિજેપ્ટોમેટિક ટ્રાન્સલેશન જવાબદાર હોઈ શકે છે.

 

 

વાયરસનું ટ્રાન્સમિશન બહારની તુલનાએ અંદર(ઈન્ડોર)માં વધુ હોય છે અને ઈન્ડોરમાં વેન્ટિલેશનની સંભાવના ખૂબ જ ઓછી થઈ જાય છે.

 

 

 નોસોકોમિકલ સંક્રમણ (જે હોસ્પિટલમાં ઉત્પન્ન થાય છે ) એવી જગ્યાએ મળે છે કે જ્યાં હેલ્થકેર પ્રોફેશનલ દ્વારા પીપીઈ કિટનો ઉપયોગ કરવામાં આવ્યો હોય. કિટને કોન્ટેક્ટ અને ડ્રોપલેટ નથી સુરક્ષિત બનાવી શકાય છે પરંતુ હવાના માધ્યમથી બચાવવા માટે કોઈ વિકલ્પ નથી.

 

 

વિશેષજ્ઞોનું કહેવું છે કે SARS-COV-2 હવામાં મળ્યો છે. લેબોરેટરીમાં આ વાયરસ ત્રણ કલાક સુધી સંક્રાત્મક અવસ્થામાં રહ્યો હતો. કોરોના દર્દીઓના રૂમ અને હવામાંથી પણ સેમ્પલ મળ્યા છે.

 

 

SARS-COV-2 વાયરસ કોરોનાના દર્દીઓ વાળી હોસ્પિટલના  એર ફિલ્ટર અને બિલ્ડીંગ ડ્ક્ટસમાંથી મળ્યા છે. જ્યાં તે માત્ર હવાના માધ્યમથી જ પહોંચી શકે છે. નિષ્ણાંતોને પિંજરામાં બંધ જાનવરો માંથી પણ કોરોનાવાયરસ મળ્યા છે.

 

 

આથી ડોક્ટરોનું કહેવું છે કે કોરોનાવાયરસ હવાથી ફેલાતો નથી એ સાબિત કરવા માટે પૂરતી સાબિતીઓ નથી. નિષ્ણાંતોએ કહેલી બાબતો અનુસાર આ વાત જો તમને સાચી લાગે તો કોરોના સામે લડવા માટે હવે નવી રણનીતિની જરૂર છે અને ઘરની અંદર પણ સતત માસ્ક પહેરી રાખવાની આવશ્યકતા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS