18 વર્ષથી ઉપરના તમામ નાગરિકોને 1 મેથી અપાશે કોરોના વેક્સિન : પીએમ મોદીનો નિર્ણય

  • April 20, 2021 05:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોનાવાયરસની મહામારી જ્યારે કાબુ બહાર થઇ રહી છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 1 મેથી 18 વર્ષની ઉપરના તમામ નાગરિકોને કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવશે. પીએમ મોદીએ એક બેઠક બાદ આજે આ મહત્વના નિર્ણય જાહેર કર્યો હતો. વડાપ્રધાને જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષથી સરકાર પૂર્ણ કોશિશમાં છે કે દેશમાં કોરોના વેક્સિન વધુમાં વધુ લોકોને આપી શકાય.

 

 

ઉલ્લેખનીય છે કે ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને વધુમાં વધુ લોકોને કોરોના વેક્સિન આપવાની ભલામણ કરી હતી અને સાથે સાથે કોરોનાની મહામારી સામે લડવા માટે સરકારને અન્ય સૂચનો પણ કરવામાં આવ્યા હતા. આ પત્રમાં મનમોહનસિંહે દેશમાં વેક્સિનેશન વધારવા ઉપર વજુ ભાર મૂકયો હતો અને કહ્યું હતું કે ટેસ્ટિંગ અને વેક્સિનેશન વધારાથી જ કોરોના મહામારી સામે લડી શકાશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS