વિશ્વની ૨૫ ટકા વસ્તીને વર્ષ 2022 સુધી કોરોનાની વેક્સિનેશન મળી શકશે નહીં

  • December 17, 2020 03:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તાજેતરમાં થયેલા એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે દુનિયાની લગભગ એક ચતુર્થ વસ્તીને વર્ષ 2022 સુધી કોરોનાનું વેક્સિનેશન શક્ય નથી. કોરોનાની વેક્સિનનું  વિતરણ એક મોટો પડકાર સાબિત થઈ શકે છે.આ રિસર્ચમાં એક અંદાજ કરવામાં આવ્યો હતો કે વિશ્વમાં ૩.૭ કરોડ વયસ્ક કોવિડ 19 નું રસીકરણ કરાવવા ઈચ્છે છે.  

 

જો ઓછી  અને મધ્યમ આવક વાળા દેશોમાં માંગ અનુસાર પુરવઠો પૂરો પાડવા માટે નિષ્પક્ષ અને ન્યાય સંગત રણનીતિ બનાવી અનિવાર્ય છે. આ રિસર્ચમાં વેક્સિનનું  વિતરણ કરવામાં કેવી અને કેટલી મુશ્કેલીઓ આવી શકે છે તે બાબતે જણાવવામાં આવ્યું છે.  

 

અમેરિકામાં જોન્સ હોપકિન્સ બ્લુમબર્ગ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થનાં રિસર્ચરોએ આ બાબત જણાવી હતી કે વધુ આવકવાળા દેશોમાં કોરોનાની વેક્સિનનો પુરવઠો મેળવવાની વ્યવસ્થા થઈ ચુકી છે પરંતુ કેટલાક દેશોમાં આ બાબતે મુશ્કેલ બની રહી છે. કોરોનાની વેક્સિન વધુ આવકવાળા દેશોને મળશે. જે દુનિયાની વસ્તીમાં ૧૪ ટકા છે. જ્યારે મધ્યમ અને ગરીબ દેશોમાં ઉપલબ્ધ કરાવાશે. જે ૮૫ ટકાથી પણ વધુ છે. આથી ગરીબ અને મધ્યમ આવક વાળા દેશો માટે કોરોનાની વેક્સિન મેળવવાનું મુશ્કેલ બનશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS