દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સરકારી અધિકારીઓ-કર્મચારીઓ માટે કોરોના રસી મુકાવવી ફરજીયાત

  • June 17, 2021 10:07 AM 

દેવભૂમિ દ્વારકા જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી દ્વારા હાલ જિલ્લામાં કોરોના રસીકરણની કામગીરી ચાલી રહેલ હોય, તમામ સરકારી સ્ટાફને રસી મેળવવી જરૂરી હોવાથી તમામ સરકારી અધિકારીઓ, કર્મચારીઓ રસી મૂકાવે તે માટેની દરખાસ્તને ધ્યાને લઈ, જિલ્લા મેજીસ્ટ્રેટ ડો. નરેન્દ્રકુમાર મીનાએ એક હુકમ જારી કર્યો છે.

આ હુકમ અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલી તમામ સરકારી કચેરીઓ, બોર્ડ અને કોર્પોરેશનના સગર્ભા માતા, છેલ્લા ત્રણ માસની અંદર કોવિડ પોઝીટીવ આવેલ હોય તેવા, છેલ્લા એક માસથી ગંભીર બિમારીથી હોસ્પિટલાઈઝ થયા હોય તેવા, ભૂતકાળમાં રસી અથવા ઈન્જેક્શનથી ગંભીર એનાફાઈલેક્ટીક રીએક્શન આવેલ હોય તેવા અધિકારીઓ તથા કર્મચારીઓ સિવાયના તમામ આઉટસોર્સ સ્ટાફ સહિતના અધિકારીઓ - કર્મચારીઓએ ફરજીયાત પણે રસી મુકાવવાની રહેશે. રસી મુકાવેલ છે તે અંગેનું પ્રમાણપત્ર સબંધિત કચેરીના વડાએ સાત દિવસમાં જિલ્લા કલેક્ટર કચેરીને મોકલાવવાનું રહેશે તેમ વધુમાં જણાવાયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS