ખંભાળિયામાં કોરોના ટેસ્ટ અંગે રાહત થશે: મંગળવારથી આર.ટી.પી.સી.આર. લેબ શરૂ કરાશે

  • May 08, 2021 10:07 AM 

જિલ્લા કલેક્ટર દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખને અપાઇ માહિતી

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાના દર્દીઓ વ્યાપક પ્રમાણમાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તેમાં મહત્વની બાબત કોરોના કેસના સમયસર ન મળતા રિપોર્ટથી દર્દીઓ તથા પરિવારજનોની હાલાકી બેવડાય છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ કોરોનાનું સંક્રમણ ભયજનક રીતે છે. ત્યારે અહીંની સરકારી હોસ્પિટલમાં કરવામાં આવતા આર.ટી.પી.સી.આર. ટેસ્ટના રિપોર્ટ પાંચ- છ દિવસ સુધી ન મળતા કોરોનાનું સંક્રમણથી ફેલાય છે અને સમયસર સારવાર શરૂ ન થઇ શકતા દર્દીઓ તથા પરિવારજનો મુશ્કેલીમાં મુકાઇ જાય છે. આ પરિસ્થિતિ વચ્ચે આશરે પખવાડિયા પૂર્વે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના જુદા જુદા આઠ જિલ્લા મથકમાં આર.ટી.પી.સી.આર. ટેસ્ટ અંગેની લેબોરેટરી શરૂ કરવા અંગેની જાહેરાત કરવામાં આવી હતી.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના આર.ટી.પી.સી.આર. ટેસ્ટ જામનગરની લેબમાં કરવા માટે મોકલવામાં આવતા હોવાથી જો અહીં જિલ્લામાં આ લેબ શરૂ થાય તો અનેક દર્દીઓને મોટી રાહત થાય તે અંગેની રજૂઆત દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઈ જોગલ દ્વારા જિલ્લાના પ્રભારી જવાહરભાઈ ચાવડા, રાજ્યમંત્રી હકુભા જાડેજા, સાંસદ પૂનમબેન માડમ વિગેરેને કરવામાં આવી હતી.

જેના ફળ સ્વરૂપે અહીંની કોવિડ હોસ્પિટલમાં આ લેબ શરૂ કરવા માટેની હાથ ધરવામાં આવેલી તૈયારી બાદ આ અંગે જિલ્લા કલેકટર દ્વારા હોસ્પિટલમાં આગામી મંગળવારથી શરૂ થઇ જશે તેવી માહિતી આપવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS