કોરોનાનો આતંક: બે દિવસમાં 17 મોતથી હાહાકાર: શહેરમાં બે દિવસમાં 13 મોતથી ફેલાયો ભય

  • April 05, 2021 10:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કુલ મૃત્યુઆંક 1135 : કુલ પોઝીટીવ 11354 : ડીસ્ચાર્જ 71: જોડીયાના પીઠડ ગામમાં 60 પોઝીટીવ: જામનગરની કોવિડ હોસ્પિટલમાં શનિવાર બપોર બાદથી સોમવાર સવાર સુધી ટપોટપ મોત: મોરબી, પડાણા, અલીયાબાડા અને ઉપેલેટાના એક-એક દર્દીનું મોત: રવિવારે પોઝીટીવ કેસની સંખ્યા 97 પહોંચી ગઇ

જામનગર સહિત સમગ્ર હાલારમાં કોરોનાની કયામત થઇ ગઇ છે, પોઝીટીવ કેસમાં અઠવાડીયામાં જબ્બર ઉછાળો આવ્યો છે, રવિવારે એક જ દિવસમાં ફરીથી 97 પોઝીટીવ કેસ નોંધાયા છે, કાલાવડના ધારાસભ્યનો રીપોર્ટ કોરોના પોઝીટીવ આવતા તેમને હોમ કવોરોન્ટાઇન કરવામાં આવ્યા છે, બે દિવસમાં જામનગર શહેરના 13 તેમજ મોરબી, પડાણા, અલીયાબાડા અને ઉપલેટાના રબારીકા ગામના એક -એક દર્દીનું કોવિડ હોસ્પીટલમાં મોત થયા છે, અનેક દર્દીઓને હોમ કવોરોન્ટાઇન લેવામાં આવ્યા છે તેમજ 360 થી વધુ દર્દીઓ કોવિડ હોસ્પીટલમાં દાખલ છે તેમાથી 6 ની સ્થીતી ગંભીર હોવાનું જાણવા મળેલ છે, અને 450 થી વધુ દર્દી એકટીવ છે, આજે સવારે વધુ 7 દર્દીના મોત થયા છે, જોડીયાના પીઠડ ગામમાં 60, રસનાળમાં 25થી વધુ કેસ પોઝીટીવ આવ્યા છે.

કોરોનાની સ્થીતી ખુબ જ વણસતી થાય છે, તંત્ર દ્વારા પગલા લેવા જોઇએ તે લેવાતા નથી, જામનગર શહેરમાં 13 થી વધુના મોત થયા છે, યમરાજા છેલ્લા દસ દિવસથી કોવિડ હોસ્પીટલની આજુબાજુમાં ડેરા તંબુ તાણીને બેઠા છે, મોટાભાગના 50 થી વધુ ઉમરના દર્દીઓના મોત થયા છે, અત્યાર સુધીમાં 1135 લોકોના મોત થયા છે, કોરોનાનો રાક્ષસ બેકાબુ બની ગયો છે, અત્યાર સુધીમાં 11354 લોકોના રીપોર્ટ પોઝીટીવ આવી ચુકયા છે, ગત તા. 4 એપ્રીલ 2020ના રોજ જે કેસ હતા  તેના કરતા વધુ કેસ આવી રહયા છે.

કાલાવડના ધારાસભ્ય પ્રવિણભાઇ મુસડીયાનો રીપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યો છે અને તેઓ હોમ કવોરોન્ટાઇન થયા છે, અનેક રાજકીય લોકોના રીપોર્ટ પોઝીટીવ આવી ચુકયા છે, ગ્રામ્ય વિસ્તારમાં કેસોની સંખ્યા વધારે થઇ ચુકી છે, જામનગર શહેરમાં અત્યાર સુધીમાં 252907 ટેસ્ટીંગ થયા છે, ગઇકાલે 54 નવા કેસ આવ્યા છે જેની સામે 16 ડીસ્ચાર્જ થયા છે, જયારે ગ્રામ્ય વિસ્તારમાં 204617 લોકોના ટેસ્ટીંગ કરવામાં આવ્યા છે જેમાં 43 પોઝીટીવ કેસ આવ્યા છે અને 21 ડીસ્ચાર્જ થયા છે.

કોવિડ હોસ્પીટલની આજુબાજુ રીતસર ભયનો માહોલ જોવા મળ્યો છે, અનેક લોકોના રીપોર્ટ પોઝીટીવ આવી ચુકયા છે, આગામી દિવસો ખુબ જ ભયજનક રહેશે, ટયુશન કલાસ અને શાળાઓ બંધ થઇ ચુકી છે.

જોડીયાના પીઠડમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે, 60 લોકોના રીપોર્ટ પોઝીટીવ આવી ચુકયા છે અને હજુ કેટલાક તાવમાં પટકાઇ ચુકયા છે, જયારે રસનાળ ગામ વિસ્તારમાં 25 લોકોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે. આ બંને ગામમાં લોકડાઉનની તૈયારીઓ થાય તેવી શકયતા છે, બીજી તરફ મોટી બાણુગારમાં લોકોએ આપમેળે સ્વૈચ્છીક લોકડાઉન કર્યુ છે, અનેક ગામડાઓમાં કેસો વધવાથી લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે, બે જ દિવસમાં 17ના મોત થઇ ચુકયા છે અને હજુ 6 દર્દીઓ ગંભીર હાલતમાં હોવાનું જાણવા મળ્યું છે, વહિવટી તંત્ર દ્વારા ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં જોઇએ તેવા કડક પગલા લેવામાં આવ્યા નથી તેવો આક્ષેપ લોકો દ્વારા કરવામાં આવી રહયો છે.
કોરોના વધવાના કારણે સરકારે વધુ આઠ અધિકારીઓની રાજયમાં નિમણુંક કરી છે જેમાં જામનગરમાં નલીન ઉપાઘ્યાય અને દ્વારકા જીલ્લામાં નાયબ વનસંરક્ષક આર. ધનપાલની નિમણુંક કરવામાં આવી છે, હાલમાં મહાપાલીકાના દ્વારે તેમજ ધનવંતરી અને સંજીવની રથ દ્વારા સતત ટેસ્ટીંગ કરવામાં આવી રહયું છે. બીજી તરફ અનેક સંસ્થાઓ દ્વારા વેકસીનેશનની કામગીરી કરવામાં આવી રહી છે.

પીઠડમાં 60 અને રસનાળમાં 25 પોઝીટીવ કેસ આવતા લોકોમાં ચિંતા

જોડીયા તાલુકાના પીઠડમાં 60 દર્દીના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે જયારે બીજી તરફ રસનાળ ગામમાં 25 દર્દીના રીપોર્ટ પોઝીટીવ આવતા લોકોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે, આ બંને ગામમાં સ્વયંભુ લોકડાઉનનો નિર્ણય લેવાય તેવી શકયતા છે.

તા. 3/4/21 શનિવાર બપોર બાદ ના મોત
(1) લાલજીભાઇ માધાભાઇ બગડા (ઉ.વ.48) તા. ઉપલેટા
(2) અબ્બાસખાન ખાનભાઇ પઠાણ (ઉ.વ. 94) નવાગામ ઘેડ
     ઉપરોકત મરનારનો કોરોના રીપોર્ટ નેગેટીવ

તા. 4/4/21 રવિવારના મોત
(1) જગદીશચંદ્ર કાન્તીલાલ ભટ્ટ (ઉ.વ.70) પડાણા
     ઉપરોકત મરનારનો કોરોના રીપોર્ટ નેગેટીવ
(2) રહીમાબેન ઇસ્માઇલભાઇ મકરાણી (ઉ.વ.70) જોડીયાભુંગા
(3) જગદીશભાઇ ખીમજીભાઇ રાઠોડ (ઉ.વ.42) ગોકુલનગર
(4) મહેન્દ્રભાઇ જયંતીલાલ રામાણી, 46, દિ.પ્લોટ
(5) ઇશ્ર્વરદાસ માનદાસ દુધરેજીયા (ઉ.વ.50) ગાંધીનગર
(6) આશાબેન અનિલભાઇ પરમાર (ઉ.વ.50) સુભાષ માર્કેટ
(7) નરેશભાઇ સવજીભાઇ ડકીયા (ઉ.વ.54) હર્ષદમીલ ચાલી
(8) મોહમદ યાકુબભાઇ હુશેનભાઇ શેખ (ઉ.વ.49) મહારાજા સોસાયટી
     ઉપરોકત મરનારનો કોરોના રીપોર્ટ બાકી

તા. 5/4/21 સોમવારના મોત
(1) કિશોરભાઇ લીલાધરભાઇ કેલાયા (ઉ.વ.58) આવાસ કોલોની
(2) કાશીબેન કાનજીભાઇ કણજારીયા (ઉ.વ.55) જામનગર
(3) લાતુબેન વાલાભાઇ ચાવડા (ઉ.વ.75) મોરબી
(4) જગદીશભાઇ રમણીકભાઇ રામાવત (ઉ.વ.70) અલીયાબાડા
(5) પ્રભાબેન પ્રભુદાસ પારેલ (ઉ.વ.89) ખોડીયાર કોલોની
(6) શાંતાબેન ખોડીદાસ નકુમ (ઉ.વ.50) કાલાવડનાકા બહાર
     ઉપરોકત મરનારનો કોરોના રીપોર્ટ આવવાનો બાકી
(7) ગંગાબેન પરસોતમભાઇ કટારમલ (ઉ.વ.60) જનતા ફાટક


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS