ડેન્ટલ હોસ્ટેલના ૩ કેસ સહિત ૩૫ એકટીવ કેસ
જામનગર શહેરમાં કોરોના સંક્રમણે હવે વેગ પકડ્યો છે. ગઇકાલે પણ વધુ સાત પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં ડેન્ટલ કોલેજની હોસ્ટેલના ત્રણ તબીબી વિધાર્થીઓનો પણ સમાવેશ થાય છે. ગઇકાલે સાત કેસમાંથી બે મહિલા અને પાંચ પુરુષનો સમાવેશ થાય છે. આ તમામને હોમ આઇસોલેસનમાં રાખવામાં આવ્યાં છે. શહેરમાં હાલની સ્થિત એ કુલ ૩૫ એક્ટિવ કેસ છે જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં ગઇકાલે પણ કોઈ કેસ નોંધાયો નથી.
જામનગર શહેરમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. જામનગરના શહેરી વિસ્તારમાં ગઇકાલે વધુ ૭ કેસ નોંધાયો છે. જેમાં ડેન્ટલ કોલેજની હોસ્ટેલમાં રહેતા ત્રણ તબીબી વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. ગઇકાલે નોંધાયેલા સાત કેસમાં ડેન્ટલ કોલેજના ત્રણ વિધાર્થીઓ ઉપરાંત ભીમવાસ વિસ્તારના ૪૦ વર્ષ ના પુરુષ, હિંમતનગર વિસ્તારનો ૨૯ વર્ષનો યુવાન, પ્રેમચંદ કોલોનીમાં ૩૬ વર્ષનો યુવાન અને દિગ્વિજય પ્લોટ વિસ્તારના ૩૪ વર્ષના મહિલાનો સમાવેશ થાય છે.
આ તમામને હોમ આઈસોલેશનમાં જ સારવાર આપવા માં આવી રહી છે. જામનગર શહેરમાં ગઇકાલની સ્થિતિએ કુલ ૩૫ એક્ટિવ કેસ છે. જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં એક પણ દર્દી સારવાર હેઠળ નથી. જ્યારે જામનગર ગ્રામ્ય વિસ્તારમાં ગઇકાલે કોઈ કેસ નોંધાયો નથી. ડીન ડો.નંદીની દેસાઇએ જણાવ્યું હતું કે, જી.જી.હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે અલગ વોર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ હાલમાં ૩૫ એકટીવ કેસ છે, તે તમામની તબીયત સારી હોય હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે, કોરોના આ વખતે માઇલ્ડ હોવાનું પણ જાણવા મળ્યું છે ત્યારે લોકોને પણ સાવચેતી રાખવા જણાવવામાં આવ્યું છે. ગ્રામ્ય વિસ્તારમાં અગાઉ ત્રણેક કેસ નોંધાયા હતાં.