હળવદની મૃતક યુવતીનો કોરોના રિપોર્ટ આવ્યો નેગેટિવ

  • October 28, 2020 02:04 AM 

મોરબી જીલ્લા ના હળવદમાં એક યુવતીને કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાયા બાદ તેની આગળની સારવાર અને રિપોર્ટ થાય તે પૂર્વે જ તેનું મોત નીપજ્યું હતું. જેથી તેના સેમ્પલ લઈને આરોગ્ય વિભાગે તેને રિપોર્ટ માટે ખસેડયા હતા. આજે આ રિપોર્ટ નેગેટિવ આવતા આરોગ્ય વિભાગે રાહતનો શ્વાસ લીધો છે. હળવદના નવા રાયસરપર ગામે રહેતી ખેત મુજર પરિવારની ૧૯ વર્ષની પરપ્રાંતીય યુવતીને છેલ્લા એક અઠવાડિયાથી શરદી, ઉધરસ અને તાવ રહેતો હોય હોસ્પિટલમાં સારવાર હેઠળ લાવવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબને આ યુવતીમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા તેને તુરંત જ વધુ ચેક અપ તેમજ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી દીધી હતી. જો કે તે પૂર્વે જ આ યુવતીનું મોત નીપજ્યું હતું. યુવતીના મોત બાદ તેના મૃતદેહને ફોરેન્સિક માટે રાજકોટ ખસેડીને આરોગ્ય વિભાગે તેના સેમ્પલ લઈને જામનગર મોકલ્યા હતા. આ રિપોર્ટ અત્યારે સાંજે આવ્યા હતા. જેમાં કોરોના નેગેટિવ આવતા આરોગ્ય વિભાગે નિરાંતનો શ્વાસ લીધો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS