ભાજપના મહિલા કોર્પોરેટરને કોરોના પોઝીટીવ

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદ શહેરમાં કોરોનાનો કહેર દિવસે દિવસે વધી રહ્યો છે, નેતાઓ પણ કોરોનાનો ભોગ બની રહ્યા છે ત્યારે અમદાવાદ ભાજપના વધુ એક કોરોરેટરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અમદાવાદના નારણપુરા વોર્ડના ભાજપના કોર્પોરેટર સાધનાબેનને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.સાધનાબેન અને તેમના પરિવારના બીજા 2 સભ્યોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અમદાવાદ મેયર બિજલ પટેલ દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં પણ સાધના બહેન હાજર હતા અને સાથે તુલસી રોપાના કાર્યક્રમમાં બીજા કોર્પોરેટર પણ હાજર હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS