કોરોનાના દર્દીઓ જોવા મળ્યા આ નવા લક્ષણો: જાણો શું થાય છે હવે દર્દીઓને

  • December 30, 2020 01:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાલ સુધી કોરોના વાયરના લક્ષણમાં સ્વાદ અને ગંધનો અનુભવ નહી થવાનું જાણવા મળતું હતું પરંતુ હવે કોરોના વાયરસથી સંક્રમિત દર્દી માછલીની કે અન્ય વસ્તુની અનુભવી શકે છે. આવો ડાવો યુકેના ઈએન્ડટી સર્જન નિર્મલકુમાર દ્વારા કરવામાં આવ્યો છે.

 

 આ બાબતને એક  અસામાન્ય સાઈડ ઈફેક્ટ તરીકે ઓળખવામાં આવે છે અને તેને પેરોસ્મિયા કહેવામાં આવે છે. જેમાં સુંઘવાની શક્તિ નથી રહેતી.  સામાન્ય રીતે આ લક્ષણ યુવાઓ અને હેલ્થવર્કર્સમાં મળી રહ્યા છે. કુમારનું કહેવું છે કે, આ કોરોનાના અજીબને જુદા જ લક્ષણો છે.

 

ડોક્ટર કુમાર માર્ચમાં અગાઉ શોધાયેલા કોરોનાના લક્ષાણો શોધવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. કુમારે સ્થાનિક ન્યૂઝના જણાવ્યા અનુસાર લાંબા સમયથી એનોસ્મિયાની સારવાર ચાલી રહી છે. કોરોના હજારો દર્દીઓ માટે કેટલા પેરોસ્મિયાણો અનુભવ કર્યો છે. જેમાં દર્દીઓની સૂંઘવાની શક્તિ જતી રહે છે જ્યારે કેટલાક દર્દીઓને તીવ્ર દુર્ગંધ આવી રહી છે અને એજ રીતે પરેશાની અનુભવી રહ્યા છે.

 

લોંગ કોવીડ એટલે કે લાંબા સમય સુધી કોરોનાથી સંક્રમિત રહેનાર વ્યક્તિને આવો અનુભવ થઈ રહ્યો છે. ડોક્ટર કુમારે આ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, આ વાયરસ માથાની નસો સાથે સબંધ ધરાવે છે. તેની ઓળખ કરવામાં મદદરૂપ થાય છે. જોકે તે અન્યને પણ પ્રભાવિત કરે છે. કેટલાક લોકોની નીંદર ન આવી બરાબર સંભળાવું નહીં અને ખોટા ભ્રમ થવા વગેરે જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે. જેને યોગ્ય સારવાર આપવામાં આવી રહી છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS