જામનગર ચેમ્બરના પૂર્વ પ્રમુખ વિનુભાઇ પટેલનો કોરોનાએ લીધો ભોગ

  • May 26, 2021 01:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આશરે ત્રણ અઠવાડીયા સુધી સારવાર લીધા બાદ કોરોના સામે જંગ હારી આજે વહેલી સવારે અવસાન થતા વેપારીઓમાં શોકનું મોજુ

જામનગર ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ અને જાણીતા ઉધોગપતી વિનુભાઇ ડી. પટેલનું કોરોનાના કારણે ખાનગી હોસ્પીટલમાં મૃત્યુ થતા ઉધોગપતીઓમાં ભારે શોકની લાગણી જન્મી છે.

વિનુભાઇ પટેલ છેલ્લા ત્રણેક અઠવાડીયાથી જામનગરની ખાનગી સ્વામીનારાયણ હોસ્પીટલમાં દાખલ હતા, કોરોના સામે લાંબો જંગ લડયા બાદ આજે સવારે તેમણે અંતિમ શ્ર્વાસ લીધા હતા.

તેઓ જામનગર ચેમ્બર ઓફ કોમર્સના 2001 થી 2003 ની સાલમાં પ્રમુખ પદે પણ રહી ચુકયા છે તેમની કામ કરવાની અલગ રીત હતી અને તે સમયે વેપારીઓના પ્રશ્ર્નો ઉકેલવામાં તેઓનો સિંહ ફાળો હતો જે આજે વેપારીઓ યાદ કરે છે, તેઓ મૃદુ અને સાલસ સ્વભાવના હતા અને સમાધાનકારી વલણ અપનાવવાવાળા હતા અનેક પ્રશ્ર્નોમાં  તેમની ભૂમિકા સચોટ અને ચોટદાર રહી હતી, હાલમાં પણ તેઓ જામનગર ચેમ્બર ઓફ કોમર્સની કોર કમિટીના અઘ્યક્ષ હતા, તેઓ ઓશીયાનીક ફુડ લી. નામે વ્યવસાય કરતા હતા ઉધોગક્ષેત્રે પણ તેમનું સારુ એવુ નામ હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS