પ્રજા કરે નિર્ણય : પંચાયત ચૂંટણીમાં કોરોના સંક્રમિત દર્દીઓ પણ આપી શકશે મત

  • April 14, 2021 03:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉત્તર પ્રદેશમાં કોરોના મહામારી દરમિયાન યોજના પંચાયતની ચૂંટણીમાં મતદાતાઓ મત આપી શકે એ માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે ચૂંટણી અધિકારી ડોક્ટર અરવિંદ કુમારના જણાવ્યા અનુસાર કોરોના સંક્રમિત મતદાતાઓ માટે પણ પંચાયતની ચૂંટણીમાં મતદાન કરી શકવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

 

 

ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે કોરોના સંક્રમિત દર્દીઓના પરિવારજનોએ મતદાનના એક દિવસ પહેલા લેખિતમાં રિટર્નિંગ ઓફિસરને અવગત કરાવવાનું રહેશે. પંચના નિર્દેશાનુસાર મતદાન પહેલા મતદાતાને પીપીઈ કિટ  પહેરાવીને મતદાન કરાવી શકાશે. આ દરમિયાન સેક્ટર મેજિસ્ટ્રેટ પણ પીપીઈ કિટ પહેરીને હાજર રહેશે. ત્યારબાદ તે રૂમને સેનિટાઇઝ કરવામાં આવશે.

 

 

ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશમાં કોરોના સંક્રમણ ભયાનક રીતે આગળ વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં 18000થી પણ વધારે કોરોના નવા કેસ નોંધાયા છે. ત્યારે કોરોના સંક્રમિત દર્દીને મતદાન કરવાનો નિર્ણય યોગ્ય કે અયોગ્ય તે નિર્ણય જનતા એ જ કરવો યોગ્ય રહ્યો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS