જામનગર પર ફરી મંડરાતો કોરોનાનો શનિ : વધુ ૩ મોત

  • November 21, 2020 12:07 PM 391 views

જામનગર સહિત સમગ્ર હાલારમાં કોરોનાનું સંક્રમણ હજુ પણ યથાવત રહયું છે, દરરોજ ત્રણથી ચારના મોત થાય છે, ગઇકાલે બપોરના ૩ વાગ્યાથી આજે સવારે ૧૦ સુધીમાં ભાટીયા, લાલપુર, જામજોધપુરના વૃઘ્ધ દર્દીઓના મોત થયા છે, કિલર કોરોનાએ ફરી કમ બેક કર્યુ છે, વધુ ૪૦ પોઝીટીવ કેસ નોંધાયા છે, જેની સામે ૩૧ દર્દીઓને ડીસ્ચાર્જ કરાયા છે, સરકારી કોવિડ હોસ્પીટલમાં મૃત્યુઆંક ૮૯૨એ પહોંચ્યો છે અને કુલ પોઝીટીવ કેસની સંખ્યા ૮૬૪૦ થયા છે, જયારે ૧૦૯ એકટીવ કેસ જોવા મળ્યા છે.દિવાળીના તહેવારો બાદ કોરોનાએ ફરીથી માથું ઉચ્કયું છે, જો કે તાવ, શરદી અને ઉધરસના કેસો પણ વધી રહયા છે, ગઇકાલે ગ્રામ્ય વિસ્તારમાં ૩ના મોત થયા છે તેની સામે જામનગર શહેરમાં યમરાજાએ સવારે ૧૦ વાગ્યા સુધી વિરામ રાખ્યો છે, હજુ પણ લોકલ સંક્રમણ વધતું જાય છે, જી.જી. હોસ્પીટલમાં કુલ ૧૨૦૦ બેડની તૈયારી છે, ત્યારે જો વધુ કેસ વધશે તો ચોકકસપણે નવા વોર્ડ ખોલવા તંત્રની પુરતી તૈયારી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application