જામનગરમાં કોરોનાનો વાવટો વિટાયો: માત્ર બે પોઝીટીવ

  • July 09, 2021 11:15 AM 

કુલ મૃત્યુ 4621 : કુલ પોઝીટીવ કેસ 35950 : ડીસ્ચાર્જ 3 : ગઇકાલે શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં એક-એક પોઝીટીવ કેસ નોંધાયા : અત્યાર સુધીમાં જામનગરમાં 434743 અને ગ્રામ્યમાં 314015 લોકોના કરાયા ટેસ્ટીંગ

જામનગર સહિત સમગ્ર હાલારમાં કોરોનાનો વાવટો વિંટળાઇ ગયો છે, ઉત્તરોતર પોઝીટીવ કેસ ઘટતા જાય છે, ગઇકાલે શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં માત્ર એક-એક પોઝીટીવ કેસ નોંધાયા હતા જેની સામે 3 દર્દીઓએ કોરોનાને મ્હાત આપતા ડીસ્ચાર્જ થયા હતા, અત્યાર સુધીમાં જામનગર શહેરમાં 434743 અને ગ્રામ્યમાં 314015 લોકોના ટેસ્ટીંગ કરવામાં આવ્યા છે, જનજીવન થાળે પડતું જાય છે, અને હવે કોરોના અંતીમ તબકકામાં છે ત્યારે કોવિડ હોસ્પીટલમાં માત્ર 35 જેટલા દર્દીઓ સારવાર લઇ રહયા છે. છેલ્લા 24 કલાકમાં કોવિડ હોસ્પીટલમાં એક પણ દર્દીનું મૃત્યુ થયુ નથી.

અત્યાર સુધીમાં કોવિડ હોસ્પીટલમાં 4621 દર્દીના મૃત્યુ થયા છે તેમજ 35950 દર્દીના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે, છેલ્લા 15 દિવસથી શહેર, જીલ્લામાં માત્ર બે-ત્રણ કેસ નોંધાય છે, અને બહારગામથી પણ કોવિડ હોસ્પીટલમાં દાખલ થવા દર્દીઓ આવતા નથી, ત્યારે લાંબા સમય બાદ 15 દિવસથી ડોકટરોને પણ સારી એવી રાહત થઇ છે, હવે હોસ્પીટલમાં અન્ય દર્દીઓની પણ સારવાર શ કરવામાં આવી છે. એટલું જ નહી કોરોના માટે એક જનરલ અને એક આઇસીયુ વોર્ડ રાખવામાં આવ્યો છે જયારે બાકીના તમામ વોર્ડ દર્દી ન હોવાને કારણે બંધ કરી દેવામાં આવ્યા છે જો કે હજુ 8 થી 10 દર્દીની હાલત ગંભીર હોવાનું પણ કહેવાય છે.

એક મહીના સુધી જી.જી. હોસ્પીટલમાં મ્યુકરમાકોસીસના કેસે તાંડવ મચાવ્યુ હતું અને એક પછી એકના મોત થતા હતા પરંતુ તેમા પણ ઘટાડો થયો છે અને દરરોજ બે થી ત્રણ નાની મોટી સર્જરીઓ થાય છે. ગામડામાં જનજીવન ધબકતુ થયું છે, લોકો ખેતીવાડી તરફ વળ્યા છે, કોરોનામાં પોતાના પ્રાંતમાં ગયેલા મજુરો હવે વતન તરફ આવી રહયા છે તે એક સારી નિશાની છે. જામનગર શહેરમાં પણ હવે જનજીવન ધબકતુ થયું છે બજારો પણ રાત્રીના 9 સુધી ખુલી થઇ ગઇ છે ત્યારે સરકાર દ્વારા હવે કેટલીક છુટછાટો પણ જાહેર કરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)