ખંભાળિયા પંથકમાં કોરોના વિસ્ફોટ: જિલ્લામાં કુલ દસ પૈકી 9 કેસ નોંધાયા

  • April 01, 2021 07:52 PM 

મોવાણ પંથકમાં છ કેસ નોંધાતા ભારે દોડધામ

જીવલેણ રોગ કોરોના વાયરસનું સંક્રમણ હવે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચિંતાજનક સ્તરે પહોંચી ગયું છે. જેમાં ગઈકાલે બુધવારે એક દિવસમાં ઘણા લાંબા સમય પછી ડબલ ડિજિટ દસ નવા પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે.

આ વચ્ચે ચિંતાજનક વાત તો એ છે કે જિલ્લાના 10 પૈકી નવ કેસ ફક્ત ખંભાળિયા તાલુકામાં અને તે પૈકી છ કેસ તો નાના એવા મોવાણ ગામમાં જ નોંધાયા છે.!! જ્યારે દ્વારકા તાલુકામાં એક નવો પોઝિટિવ દર્દી નોંધાયો છે. કલ્યાણપુર અને ભાણવડ પંથકમાં એક પણ નવા કેસ જાહેર થયા નથી.

આ વચ્ચે ગઈકાલે એક પણ દર્દી ડિસ્ચાર્જ કરાયા નથી. લાંબા સમય પછી દસ કેસના નોંધપાત્ર ઉછાળા સાથે જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંકડો 53 સુધી પહોંચ્યો છે. જ્યારે મૃત્યુનો કુલ આંક 86 યથાવત રહ્યો છે.

હાલની વિકટ બનતી પરિસ્થિતિમાં જિલ્લા તંત્ર, આરોગ્ય તંત્ર તથા પોલીસ તંત્ર દ્વારા સંયુક્ત રીતે માસ્ટર પ્લાન બનાવી અને કોરોના વાયરસનું સંક્રમણ વધુ વકરતાં અટકાવવા કડક પગલાં લેવામાં આવે તેમ આમ જનતા ઈચ્છી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS