જામનગર જિલ્લામાં કોરોના નો પ્રભાવ ઘટ્યો: મૃત્યુનો દર યથાવત: છેલ્લા ૪૮ કલાકમાં ૧૯ દર્દીના મૃત્યુ

  • June 07, 2021 10:07 AM 

શહેરમાં છેલ્લા ૪૮ કલાક માં કોરોનાના ૪૫ કેસ નોંધાયા: ગ્રામ્યના પણ ઘટીને ૨૨ કેસ નોંધાયા: ૬૨૫ ડિસ્ચાર્જ થયા

જામનગર જિલ્લામાં કોરોનાના મામલે શનિ-રવિ દરમિયાન પણ ગુડ ન્યુઝ મળ્યા છે. સમગ્ર જીલ્લા માં આખરે કોરોનાનો પ્રકોપ ઘટ્યો છે, અને કોરોનાના વળતા પાણી થયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો દિનપ્રતિદિન નીચે ઊતરતો જાય છે, અને જામનગર જીલ્લામાં છેલ્લા ૪ દિવસ થી કોરોના પોઝિટિવ કેસ  ૫૦ ની અંદર નોંધાઇ રહયા છે.જોકે મૃત્યુનો દર યથાવત રહ્યો છે, અને છેલ્લા ૪૮ કલાક દરમિયાન સરકારી  જી.જી.હોસ્પિટલમાં કુલ ૧૯ દર્દીઓના મૃત્યુ થયા છે.

કોરોના ના કેસ મામલે  વધુ રાહતના સમાચાર જોવા મળ્યા છે, અને દાખલ થનારા દર્દીઓનો આંકડો છેલ્લા એક સપ્તાહ થી માત્ર ડબલ ડિઝીટમાં અને તેમાંય ૫૦ ની અંદર આવી ગયો છે. ઉપરાંત દાખલ થનારા દર્દીઓ કરતાં ડિસ્ચાર્જ થનારા દર્દીઓની સંખ્યા અનેક ગણી થઈ છે. છેલ્લા ૪૮ કલાક માં જામનગર શહેરના ૪૫ અને ગ્રામ્યના ૨૨ સહિત કુલ ૬૭ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેની સામે જામનગર શહેરના ૫૬૪ અને ગ્રામ્યના ૬૧ મળી ૬૨૫ દર્દીઓને રજા આપવામાં આવી છે. જેથી કોરોના નો પ્રકોપ  ખુબજ ઘટતો જોવા મળી છે.

જામનગર જિલ્લામાં કોરોના મૃત્યુ ના મામલે ૪ દિવસ થી રાહત જોવા મળી છે. સમગ્ર જીલ્લામાં આરોગ્ય શાખા દ્વારા ટેસ્ટિંગ ની પ્રક્રિયા પણ વધારી દેવામાં આવી છે, અને સમગ્ર જિલ્લાભરમાં ૬.૮૮ લાખથી વધુ કોરોના  ટેસ્ટિંગ કરી લેવામાં આવ્યા છે.

જામનગર જિલ્લામાં શનિવારે બપોર થી આજે બપોર સુધીમાં છેલ્લા ૪૮ કલાક દરમિયાન કોરોના ના કારણે સરકારી જી.જી.હોસ્પિટલમાં  ૧૯ દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે. જેથી જિલ્લામાં કુલ મૃત્યુ નો આંક ૪,૫૧૦ નો થયો છે. 

આ ઉપરાંત કોરોનાના કેસો માં પણ ધરખમ ઘટાડો નોંધાયો છે,અને ત્રણ ડીઝીટ માંથી ડબલ ડીઝીટમાં અને હવે પચાસની અંદર આવી ગયો છે. છેલ્લા ૪૮ કલાક દરમિયાન જામનગર શહેરના ૪૫ પોઝિટિવ કેસ નોંધાયા હોવાથી જામનગર શહેરનો કુલ કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો ૨૨,૦૨૯ નો થયો છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારના ૨૨ પોઝિટિવ કેસ નોંધાયા હોવાથી જામનગર ગ્રામ્યનો કુલ આંકડો ૧૨,૩૪૮ નો થયો છે. અને સમગ્ર જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો ૩૫,૦૦૦થી વધુ નો થયો છે કુલ ૩૫,૫૯૫ લોકો કોરોના સંક્રમિત થયા છે. આજે મૃત્યુનો દર સિંગલ ડીઝીટ નો થયો છે, અને અત્યાર સુધીમાં કોરોના ના કારણે ૪,૫૧૦ થી વધુ દર્દીઓ કોરોના ની સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા છે.

આ ઉપરાંત છેલ્લા ૪૮ કલાક દરમિયાન જામનગર શહેરના ૫૬૪ અને ગ્રામ્યના ૬૧ મળી ૬૨૫ દર્દીઓને રજા આપવામાં આવી છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS