જામનગરની કોવિડ હોસ્પિટલમાં મ્યુકોર્માઇકોસિસના વોર્ડમાં દાખલ થયેલા વધુ એક દર્દીનું કોરોનાથી મૃત્યુ: જ્યારે નવા એક દર્દી દાખલ

  • June 28, 2021 11:33 AM 

મ્યુકોર્માઈકોસિસની બીમારીના ૬૫ દર્દીઓ સારવાર હેઠળ: આજે એકપણ સર્જરી નહીં: જી.જી. હોસ્પિટલમાં દાખલ થયેલા ૦૩ દર્દીઓને અપાઈ રજા: કુલ ૨૪૩ કેસ સામે આવ્યા: જ્યારે ૧૧૦ ડિસ્ચાર્જ થયા

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં મ્યુકોર્માઈકોસિસના વોર્ડ માં છેલ્લા ૪૮ કલાક દરમિયાન એક દર્દીનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયું છે. જોકે તેના મૃત્યુનું કારણ કોરોના તેમજ અન્ય બીમારી હોવાનું જાહેર કરાયું છે. આ વોર્ડમાં છેલ્લા ૪૮ કલાક દરમિયાન એક દર્દી દાખલ થયા છે, જ્યારે ૩ દર્દીઓને રજા અપાઈ છે. જ્યારે શનિ-રવિ દરમિયાન એકપણ સર્જરી કરવામાં આવી નથી.

જામનગરની સરકારી જી.જી હોસ્પિટલમાં મ્યુકોર્માઇકોસિસ (બ્લેક ફંગસ) ના જુદા જુદા ચાર વોર્ડ કાર્યરત છે, અને તેમાં દાખલ થયેલા તમામ દર્દીઓની સધન સારવાર ચાલી રહી છે. જેમાં છેલ્લા ૪૮ કલાક દરમિયાન એક દર્દીનો ઉમેરો થયો છે, અને હાલ ૬૫ દર્દીઓ બ્લેક ફંગસની બીમારીની સારવાર મેળવી રહ્યા છે. જ્યારે અન્ય ૩ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે, શનિવાર અને રવિવારના દિવસો દરમિયાન એક પણ સર્જરી કરવામાં આવી નથી.

ઉપરોક્ત વોર્ડમાં ગત ૨.૬.૨૦૨૧ ના દિવસે દાખલ થયેલા જસદણ ગામના નરેન્દ્રસિંહ સરવૈયા નામના ૬૫ વર્ષના વયોવૃદ્ધ દર્દીનું શનિવારે સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે, જો કે તેઓના મૃત્યુનું કારણ કોરોના તેમ જ અન્ય બીમારી હોવાનું જાહેર કરાયું છે. જેઓની આંખની સર્જરી ૧૦ દિવસ પહેલાં કરી લેવાઈ હતી.

મ્યુકોર્માઇકોસિસના વોર્ડમાં અત્યાર સુધીમાં ૨૪૩ થી વધુ દર્દીઓ સામે આવ્યા છે, જ્યારે અત્યાર સુધીમાં ૪ દર્દીઓના મૃત્યુ નિપજ્યાનું જાહેર કરાયું છે. ઉપરાંત કુલ ૬ દર્દીઓની એક એક આંખ કાઢવી પડી છે, જામનગરની જી.જી.હોસ્પિટલમાં બ્લેક ફંગસના સાજા થયેલા દર્દીઓની સદી થઇ છે અત્યાર સુધીમાં ૧૧૦ દર્દીઓ સાજા થઇ જતાં રજા આપી દેવાઈ છે.

જી.જી. હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ૧૮૩ મેજર સર્જરી કરવામાં આવી છે જ્યારે ૧૦૯ માઇનોર સર્જરી કરાઇ છે. જી.જી. હોસ્પિટલમાં દાખલ થયેલા ૬૫ દર્દીઓ પૈકી એક દર્દીને વેંન્ટિલેટર ઉપર, એક દર્દીને એન.આર.બી.એમ. પર, જ્યારે ૦૨ દર્દી ઓક્સિજનની સુવિધા પર છે. જ્યારે બાકીના ૬૧ દર્દીઓ રૂમ એર પર સારવાર લઇ રહ્યા છે. જે તમામને સધન સારવાર અપાઇ રહી છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS