જામનગરની કોવિડ હોસ્પિટલમાં મ્યુકોર્માઇકોસિસના વોર્ડમાં દાખલ થયેલા એક દર્દીનું કોરોનાથી મૃત્યુ: જ્યારે નવા એક દર્દી દાખલ

  • June 26, 2021 11:12 AM 

મ્યુકોર્માઈકૉસિસના વોર્ડમાં દાખલ રહેલી એક મહિલા દર્દી ફરાર થઈ જતા તંત્રની દોડધામ: અન્ય ૦૨ દર્દી ડિસ્ચાર્જ: મ્યુકોર્માઈકોસિસની બીમારીના ૬૮ દર્દીઓ સારવાર હેઠળ: આજે એકપણ સર્જરી નહીં: કુલ ૨૪૩ કેસ સામે આવ્યા: જ્યારે ૧૦૭  ડિસ્ચાર્જ થયા

જામનગરની સરકારી જી. જી. હોસ્પિટલમાં મ્યુકોર્માઈકોસિસ ના વોર્ડ માં છેલ્લા ૨૪ કલાક દરમિયાન એક દર્દીનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયું છે. જોકે તેના મૃત્યુનું કારણ કોરોના તેમજ અન્ય બીમારી હોવાનું જાહેર કરાયું છે. આ વોર્ડ માં છેલ્લા ૨૪ કલાક દરમિયાન એક દર્દી દાખલ થયા છે, જ્યારે બે દર્દીઓને રજા અપાઈ છે. ઉપરાંત અન્ય એક મહિલા દર્દી વોર્ડ માંથી ભાગી છૂટતાં તેની શોધખોળ ચલાવવામાં આવી રહી છે. જ્યારે આજે એકપણ સર્જરી કરવામાં આવી નથી.

જામનગરની સરકારી જી.જી હોસ્પિટલ માં મ્યુકોર્માઇકોસિસ (બ્લેક ફંગસ) ના જુદા જુદા ચાર વોર્ડ કાર્યરત છે, અને તમામ દર્દીઓની સધન સારવાર ચાલી રહી છે. જેમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન એક દર્દીનો ઉમેરો થયો છે. અને હાલ ૬૮ દર્દીઓ બ્લેક ફંગસની બીમારીની સારવાર મેળવી રહ્યા છે. જ્યારે અન્ય બે દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આજે એક પણ સર્જરી કરવામાં આવી નથી.

ઉપરાંત આ વોર્ડમાં દાખલ થયેલી જામનગરની રજીયાબેન નામની ૩૫ વર્ષની મહિલા તંત્રને જાણ કર્યા વિના હોસ્પિટલમાંથી ભાગી છૂટી હોવાથી હોસ્પિટલ તંત્રમાં દોડધામ થઈ છે. અને તેણીની શોધખોળ ચલાવવામાં આવી રહી છે. જોકે તેની આંખની સર્જરી કરી લેવામાં આવી હતી, અને હાલ ઇન્જેક્શન પર સારવાર હેઠળ હતી.

મ્યુકોર્માઇકોસિસના વોર્ડમાં અત્યાર સુધીમાં ૨૪૩ થી વધુ દર્દીઓ સામે આવ્યા છે, જ્યારે અત્યાર સુધીમાં ૪ દર્દીઓના મૃત્યુ નિપજ્યાનું જાહેર કરાયું છે. ઉપરાંત કુલ ૬ દર્દીઓની એક એક આંખ કાઢવી પડી છે. જામનગરની જી.જી.હોસ્પિટલ માં બ્લેક ફંગસ ના સાજા થયેલા દર્દીઓની સદી થઇ છે અત્યાર સુધીમાં ૧૦૭ દર્દીઓ સાજા થઇ જતાં રજા આપી દેવાઈ છે.

જી.જી. હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ૧૮૩ મેજર સર્જરી કરવામાં આવી છે જ્યારે ૧૦૯ માઇનોર સર્જરી કરાઇ છે. જી જી હોસ્પિટલમાં દાખલ થયેલા ૬૮ દર્દીઓ પૈકી એક દર્દીને વેંન્ટિલેટર ઉપર,એક દર્દી ને એન.આર.બી.એમ. પર, જ્યારે એક દર્દી ઓક્સિજનની સુવિધા પર છે. જ્યારે બાકીના ૬૫ દર્દીઓ રૂમ એર પર સારવાર લઇ રહ્યા છે. જે તમામને સધન સારવાર અપાઇ રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS