દ્વારકા જિલ્લામાં કોરોનાના કેસ સિંગલ ડીઝિટમાં: મ્યુકરના વધતા જતા દર્દીઓ

  • June 17, 2021 10:16 AM 

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લાંબા સમય બાદ કોરોનાના નવા કેસ સિંગલ ડીઝિટમાં નોંધાયા છે. ગઈકાલે બુધવારે દ્વારકાના ચાર, ભાણવડના ત્રણ અને ખંભાળિયાના બે મળી કુલ નવ કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. જ્યારે કલ્યાણપુરમાં એક પણ નવો દર્દી નોંધાયો નથી. આ વચ્ચે ગઈકાલે માત્ર ત્રણ દર્દીઓને સ્વસ્થ જાહેર કરવામાં આવ્યા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં ત્રણ નવા મ્યુકરમાઈકોસિસના દર્દીઓ સામે આવ્યા છે. જેથી જિલ્લામાં આ બ્લેક ફંગસના દર્દીઓની સંખ્યા વધીને 35 થવા પામી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS