કોરોનાએ દેશની કરોડરજ્જુ તોડી : GDP -23.9 ટકા નીચો

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશમાં કોરોના કાળમાં દેશનો વિકાસદરમાં -15 થી -20 ટકા ઘટાડાની શંકા સેવાઈ રહી હતી. જોકે સરકારે જાહેર કરેલ આંકડા અનુસાર દેશનો જીડીપી દર એપ્રિલ જુન ત્રિમાસિકગાળામાં અંદાજથી વધીને -23ટકા નીચો ગયો છે.

 

કોરોના વાયરસને રોકવા દેશભરમાં કરાયેલા લોકડાઉનથી દેશની કરોડરજ્જુ એવા અર્થતંત્રના તમામ મણકા ખસી ગયા હોય એમ જણાય છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પ્રથમ ત્રિમાસિકગાળામાં દેશનો વૃદ્ધિદર 5.2% હતો અને માર્ચ કવાર્ટરમાં 3.1% હતો. ભારત સરકારે 1997-98માં જીડીપીના આંકડા આપવાનું શરૂ કર્યું હતું,  ત્યારબાદ પ્રથમ વખત જીડીપી આટલો નેગેટીવ થયો છે.

 

દેશમાં નોકરી અને બચત બચાવવા લોકો વલખા મારી રહ્યાં છે અને બીજી તરફ કોરોનાનો કહેર વધતો જાય છે. સરકારે જ લોકડાઉન જાહેર કરેલ અને હવે તેને જ આપેલ આંકડા સરકારના નિર્ણય પર સવાલ કરતા હોય એમ જણાઈ રહ્યા છે. કોરોના કહેર અને આર્થિક મંદી વચ્ચે સપડાતા નાગરિકને ખુદ જ સંભાળવું પડશે એવી સ્થિતિ આવતી દેખાઈ રહી છે.       


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS