ચોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, એરપોર્ટ રોડ પર પેટ્રીયા હોટલ સામે વસુંધરા રેસિડેન્સી બ્લોક નંબર 7 માં રહેતા વેપારી જયપ્રકાશભાઇ ઇન્દ્રચંદ મુન્દ્રા (ઉ.વ 65) દ્વારા એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓને બામણબોર ગામ રેવન્યુ સર્વે નંબર 89 માં શરદ ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે જેમાં તેમને સ્વસ્તિક રબર ઇન્ડસ્ટ્રીઝ કંપની ભાડા પેટે આપી છે જે કંપનીના કમ્પાઉન્ડમાં 630 કે.વી ટ્રાન્સફોર્મર જે ટ્રાન્સફોર્મર જે તે સમયે 11લાખમાં ખરીદ્યું હતું.
ગઈકાલે સવારના ફરિયાદી ઘરે હાજર હતા ત્યારે કંપનીના મેન્ટેનન્સનું કામ કરતા સંગ્રામભાઈ રંગપરાનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, હું કંપનીમાં કામ ચાલુ કરવા જતા લાઈટ ચાલુ ન હોવાથી ટ્રાન્સફોર્મર વાળા કમ્પાઉન્ડમાં જોવા ગયેલ ત્યાં ટી.સી નીચે પડ્યું હતું અને તેનો કેટલોક સામાન વેરવિખેર હતો જેથી એવું લાગે છે કે, કોઈ આ દિવાલ પાસે ગાડી ઉભી રાખી ટી.સી તોડી તેમાંથી કોપર પ્લેટ અને ઓઇલ ચોરી કરી ગયું છે. બાદમાં ફરિયાદીએ અહીં આવી તપાસ કરતા કોપર પ્લેટ અને ઓઇલની ચોરી થઈ ગયાનું માલુ પડ્યું હતું.
કંપનીના સીસીટીવી ચેક કરતા રાત્રિના પોણા એક વાગ્યા સુધી સીસીટીવી ચાલુ હતા અને ત્યારબાદ બંધ થઈ ગયા હતા જેથી ત્યારબાદ કોઈ અહીં આવી કમ્પાઉન્ડમાં રહેલ ટી.સી મેઇન લાઈનમાંથી અલગ કરી તોડી તેમાંથી કોપર પ્લેટ અને ઓઇલ જેની અંદાજિત કિંમત રૂપિયા 4 લાખ હોય તે ચોરી કરી ગયા અંગે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઉનાળામાં આ શાકભાજી ન ખાઓ, સ્વાસ્થ્યને પહોંચાડી શકે છે ભારે નુકસાન!
May 14, 2025 03:43 PMબોગસ બિલિંગમાં શિપબ્રેકરોના બંધ થયેલા પાનથી વ્યવહારો અંગે તપાસ
May 14, 2025 03:38 PMજો બાથરૂમ માટે ટાઈલ્સ સિલેક્ટ કરવામાં કરશો આ ભૂલ તો બાથરૂમ દેખાશે હંમેશા ગંદુ
May 14, 2025 03:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech