ઠંડા બોળ પવનના કારણે ઠંડીની તીવ્રતા યથાવત રહી છે. ગિરનાર પર્વત ઉપર આજે માત્ર 5.4 ડિગ્રી અને નલિયામાં 7.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. નલિયામાં ગઈકાલે 9.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન હતું આજે તેમાં વધુ બે ડિગ્રીનો ઘટાડો થયો છે.
જુનાગઢ શહેરમાં લઘુતમ તાપમાનના પ્રમાણમાં એક સાથે પાંચ ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. ગઈકાલે 15 અને આજે 10.4 ડિગ્રી લઘુતમ તાપમાન જૂનાગઢમાં રહ્યું છે. ભવનાથ તળેટીમાં 8.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.
ભુજ નલિયા અમરેલી ભાવનગર દ્વારકા સુરેન્દ્રનગરમાં ગઈકાલની સરખામણીએ આજે લઘુતમ તાપમાનનો પારો નીચે ઉતર્યો છે. જ્યારે ઓખા પોરબંદર રાજકોટ અને વેરાવળમાં ઠંડીનું પ્રમાણ ઓછું થયું છે. લઘુતમ તાપમાન વધ્યું છે.
ભુજમાં આજે લઘુતમ તાપમાન 12.8 અમરેલીમાં 11.4 ભાવનગરમાં 14.6 દ્વારકામાં 16 ઓખામાં 19.8 પોરબંદરમાં 13 રાજકોટમાં 13.2 વેરાવળમાં 16.3 સુરેન્દ્રનગરમાં 13.6 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસૌર ઉર્જા ક્ષેત્રે ગુજરાતની નવી પહેલ, 'મોડેલ સોલાર વિલેજ' સ્પર્ધામાં જીતો 1 કરોડનું ઇનામ
April 07, 2025 10:43 PMગુજરાતના જળાશયોમાં ઉનાળા માટે પૂરતું પાણી, 207 ડેમમાં 57 ટકા જળસંગ્રહ
April 07, 2025 10:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech