રામેશ્વરનગરમાં રોંગ સાઈડમાં વાહન ચલાવવા બાબતે તકરાર

  • July 15, 2023 01:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહિલા સહિત બે પર હુમલો કર્યાની પોલીસ ફરીયાદ

જામનગરના રામેશ્વરનગર વિસ્તારમાં વાહન ચલાવવા બાબતે તકરાર થયા પછી ઉશ્કેરાઈ ગયેલા શખ્સે મહિલા સહિત બે વ્યક્તિ પર લોખંડના પાઇપ વડે હુમલો કર્યા ની ફરિયાદ થઈ છે.
જામનગરમાં રામેશ્વર નગર નજીક માટેલ ચોકમાં રહેતા અને ડ્રાઇવિંગ કરતા નરેન્દ્રસિંહ બટુકસિંહ ગોહિલ (ઉ.વ.૪૪) નામના યુવાને પોતાના ઉપર તેમજ હર્ષાબા નામના મહિલા પર લોખંડના પાઇપ વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે માટેલ ચોક, ક્રિષ્નાપાર્ક શેરી નં. ૩માં રહેતા લાલો દરબાર નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. ફરીયાદી ઘર પાસે મોટરસાયકલ પાર્ક કરતા હોય ત્યારે આરોપીએ આવીને  રોંગ સાઈડમાં વાહન ચલાવવા બાબતે વાત કરતા ફરીયાદીએ હું સરકારી ગાડી ચલાવું છુ, કયારેય રોન્ગ સાઇડમાં ન હોય તેમ કહેતા આરોપીએ રફ ભાષામાં વાત કરી તકરાર કર્યા પછી ઉશ્કેરાઈ ગયેલા શખ્સે ગાળો આપી આ હુમલો કર્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર કરાયું છે.
**
બાલવા ગામમાં યુવાન પર ધોકાથી હુમલો: મકાનના મામલે બબાલ : ચાર સામે ફરીયાદ
જામજોધપુરના બાલવા ગામમાં આવેલ રેલ્વે સ્ટેશન સોસાયટીમાં રહેતા જયેશ દેવાભાઇ સોંદરવા (ઉ.વ.૩૫) નામના યુવાને તેના માસીના દીકરા અશ્ર્વીનભાઇ માટે આરોપી કિશોર પાસેથી મકાન વેચાણથી લીધેલ હોય જે મકાન થોડા દિવસ બાદ આરોપીને પાછુ જોતુ હોય જે બાબતે બોલાચાલી થઇ હતી. જેનો ખાર રાખી ફરીયાદી પોતાના માસીના દીકરાના ઘરેથી પરત પોતાના ઘરે જતા હતા ત્યારે ગઇકાલે શેરીમાં આરોપીઓએ જયેશભાઇને અપશબ્દો બોલી નીચે પાડી દઇ ધોકા વડે માર મારી મુંઢ ઇજા કરી નાશી ગયા હતા.  આ અંગે જયેશભાઇએ ગઇકાલે જામજોધપુર પોલીસમાં બાલવા ગામના રવિ કિશોર ધુડા, કિશોર ભુપત ઉર્ફે જેઠા ધુડા, મનિષ કિશોર ધુડા, ભુપત જેઠા રામા ધુડા આ ચારેયની સામે જુદી જુદી કલમ મુજબ ફરીયાદ નોંધાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application