જૂનાગઢ મનપાના મેયર સહિતના હોદ્દેદારોનીની વરણી માટે ઘમ્મર વલોણું

  • February 20, 2025 10:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જુનાગઢ મહાનગરપાલિકાની મતગણતરી સંપન્ન થયા બાદ હવે મેયર સહિતના પદાધિકારીઓની વરણીની તજવીજ હાથ ધરવામાં આવી છે. આગામી બે દિવસમાં પ્રદેશમાંથી નિરીક્ષકો સેન્સ માટે આવશે અને ત્યારબાદ સંભવિત હોદ્દેદારોની યાદી પ્રદેશને મોકલશે  ચાલુ માસના અંતમાં જૂનાગઢના નવા હોદ્દેદારોની જાહેરાત થવાની શકયતા  સેવાઈ રહી છે. લોહાણા ,બ્રહ્મ સમાજ અને પટેલના નામ સૌથી વધુ ચર્ચાઈ એ રહ્યા છે પરંતુ ભાજપ હંમેશા સરપ્રાઈઝ  આપવામાં માહેર છે. જેથી જૈન સમાજને પણ પ્રતિનિધિત્વ મળે તેવી પણ પ્રબળ શકયતા સેવાઈ રહી છે  આ વખતે મેયર પદ માટે સામાન્ય બેઠક છે જેથી જૈન સમાજને મેયર પદ મળે તેવી પણ ઈચ્છા વ્યકત કરવામાં આવી રહી છે.ભાજપમાં મેયરપદ માટે અત્યારે શહેરમાં લોહાણા અને બ્રહ્મ સમાજના કોર્પેારેટર ના નામ ચર્ચાઈ રહ્યા છે પરંતુ હંમેશા સરપ્રાઈઝ આપવામાં અગ્રેસર ભાજપ આ વખતે પણ નવો જ ચહેરો આપે તો પણ નવાઈ નહીં સંભવત આ વખતે જૈન સમાજને પણ પ્રભુત્વ મળે તેવી પણ શકયતા નકારી શકાતી નથી. જોકે આગામી પાંચ દિવસમાં નવા મેયર કોણ તે નિર્ણય લેવાઈ જશે.      મહાનગરપાલિકાની ચૂંટણીમાં જૈન સમાજને મોટા હોદ્દાઓ કયારે મળ્યા નથી આ વખતે તેની ચૂંટણીમાં જૈન સમાજના ઉમેદવારે પણ વિજય પ્રા કર્યેા છે. સામાન્ય કેટેગરીમાં પુષ તથા મહિલા બંનેની પસંદગી થવાની શકયતા રહે છે. ભાજપ પક્ષ હંમેશા સરપ્રાઈઝ આપવામાં માહેર છે અત્યાર સુધી થઈ રહેલા નામોમાં મેયર પદ માટે લોહાણા, બ્રહ્મ સમાજ , અને પટેલ ત્રણ જ્ઞાતિનું નામ હોટ ફેવરિટ છે પરંતુ હંમેશા ચોકાવનારા નિર્ણય લેવામાં મહેર ભાજપ મેયર પદ માટે જૈન સમાજને પણ પ્રભુત્વ આપે એવી પણ શકયતા નકારી શકાતી નથી.
      અત્રે ઉલ્લ ેખનીય છેકે જૈન સમાજના એકમાત્ર મહિલા ઉમેદવાર વંદનાબેન દોશી સારા મતથી ચૂંટાયા છે. ભાજપ મેયર પદ માટે મહિલાની પસંદગી કરે તો વંદનાબેન દોશી તથા બ્રહ્મ સમાજના પલવીબેન ઠાકર બે મહિલામાંથી એકની પસંદગી કરે તેવી શકયતા સેવાઈ રહી છે.
    તો બીજી તરફ પુષ કોર્પેારેટરમાં વોર્ડ નંબર૧૦ ના મનનભાઈ અભાણી, અને વોર્ડ નંબર ૧૧ ના શૈલેષભાઈ દવેનું નામ હોટ ફેવરિટ છે આ ઉપરાંત ધર્મેશભાઈ પોશિયા ના નામ પણ ટોક ઓફ ધ ટાઉન રહ્યા છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application