જૂનાગઢ જિ.પં.માં ડીડીઓની બાજુમાં બેસવા મુદ્દે બબાલ: બજેટ રજૂ ન થયું

  • March 25, 2025 10:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નાણાકીય વર્ષના અંતિમ સપ્તાહ જૂનાગઢ જિલ્લા પંચાયતના વર્ષ ૨૦૨૫–૨૬ના બજેટ સંદર્ભે સામાન્ય સભાની બેઠક યોજાઈ હતી.બેઠક શ થાય તે પૂર્વે જ ડીડીઓ અને ભાજપના સભ્યો વચ્ચે બેસવા મુદ્દે ચઙભડ થતા ભાજપ અને કોંગ્રેસના સભ્યોએ બજેટ બેઠકમાંથી વોકઆઉટ કર્યેા હતો.બેસવા જેવી સામાન્ય બાબતે ભાજપના સભ્યો અને ડીડીઓ વચ્ચે વિવાદ થતા બજેટ બેઠક રદ કરવામાં આવી હતી. સંભવત આગામી ગુવારે સ્પેશિયલ બજેટ બેઠક યોજાશે તેવી શકયતા છે .નાણાકીય વર્ષ પૂર્ણ થાય તે પૂર્વે સરકારી સંસ્થાઓમાં બજેટ પાસ કરવું ફરજિયાત છે. જૂનાગઢ જિલ્લા પંચાયતમા ગઈકાલે કારોબારી બેઠક પૂર્ણ થયા બાદ બપોરે ત્રણ વાગ્યે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા પંચાયતના નાણાકીય વર્ષના ૨૦૨૫–૨૬નુ વિધિવત બજેટ રજૂ થનાર હતું. બજેટ પૂર્વે ડીડીઓની અધ્યક્ષતામાં કારોબારીની બેઠક યોજાઈ હતી. ત્યારબાદ બજેટ પાસ કરવા બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંમર હાજર રહે તે પહેલા જિલ્લા વિકાસ અધિકારી અને આમંત્રિત સભ્ય વચ્ચે બેસવા મુદ્દે ચડભડ થઈ હતી. બજેટ બેઠક શ થાય તે પૂર્વે ડીડીઓ નિતીન સાંગવાન દ્રારા જિલ્લા પંચાયતના સભ્ય હોય તેને પ્રથમ હરોળમાં અને આમંત્રિત સભ્યો હોય તેને બીજી હરોળમાં બેસવા તાકીદ કરી હતી. તેમ છતાં પણ તેની વાત ગણકારવામાં આવી ન હતી. ઙીઙીઓ દ્રારા સભ્ય હોય તેને સ્થાન ગ્રહણ કરવા બે વખત ટકોર કરી  છતાં પણ સભ્યો તેની બેઠકમાંથી ઊભા થયા ન હતા ત્યારબાદ ડીડીઓએ સ્પષ્ટ્ર શબ્દોમાં નિયમ મુજબ બેસવાનું જણાવતા ભાજપના સભ્યોએ ડીડીઓ સાથે ચઙભઙ કરી  બેઠકનો વોક આઉટ કર્યેા હતો.ભાજપ ઉપરાંત કોંગ્રેસના સભ્યોએ પણ બેઠકનો બહિષ્કાર કર્યેા હતો.
ભાજપ દ્રારા તો  ઙીઙીઓ  સભ્ય સાથે મનસ્વી વલણ દાખવતા હોવાની પણ અગાઉ ફરિયાદ કરવામાં આવી હતી. ઓપન બોર્ડ હોવા છતાં બેસવા બાબતે નિયમ હોવાનું વ્યાજબી ન ગણાય તેમ જણાવી બજેટ બેઠક શ થાય તે પૂર્વે જ સામાન્ય બેસવા જેવી બાબતે સભ્યોએ બજેટ બેઠકનો બહિષ્કાર કરી ચાલતી પકડી હતી. ત્યારબાદ જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુંમરની ચેમ્બરમાં સભ્યોની બેઠક યોજાઈ હતી.એક થી દોઢ કલાક સુધી થયેલ સામુહિક ચર્ચાના અંતે બજેટ બેઠક રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.ભાજપના સભ્યો દ્રારા અગાઉ ડીડીઓ વિકાસશીલ કાર્યેા ન કરતા હોવાની ફરિયાદો કરવામાં આવી હતી. પરંતુ વિકાસ માટે જરી એવા બજેટ વખતે જ શાસક અને વિપક્ષે અધિકારીઓ સામે બાયો ચડાવતા સહકારી આલમમાં ચકચાર  જાગી છે. સંભવત ગુવારે બજેટ અન્વયે બેઠક યોજાય તેવી સંભાવના સેવાઈ રહી છે.સમગ્ર બેઠકના વિવાદ મામલે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ કણસાગરા દ્રારા જિલ્લા પંચાયત ના અધિકારી તરીકે ડીડીઓ દ્રારા ઓપન બોર્ડ હોવા છતાં સભ્યો સાથે બેઠક મામલે યોગ્ય વર્તન ન કયુ હોવાનું જણાવ્યું હતુ

કોઈ ગેરવર્તન કયુ નથી, સમગ્ર બેઠકનો વીડિયો રેકોડિગ ઉપલબ્ધ–ડીડીઓ
ડીડીઓ નિતીન સાંગવાનના જણાવ્યા મુજબ સામાન્ય સભા ની બેઠક શ થાય તે પૂર્વે કોઈ પણ જાતની ગેરવર્તણુક કરવામાં આવી નથી.સભ્યોને ફકત નિયમ મુજબ અનુસરવા તાકીદ કરવામાં આવી હતી સમગ્ર બેઠક નો વિડીયો રેકોડિગ પણ ઉપલબ્ધ છે તેવું જણાવી વેર વર્તણુક અંગેના આક્ષેપ તદ્દન ગેર વ્યાજબી હોવાનું જણાવ્યું હતું.

ડીડીઓના વલણ સામે સરકારમાં રજૂઆત કરાશે–જિલ્લા પ્રમુખ ઠુંમર

જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુમરના જણાવ્યા મુજબ ઓપન બજેટ બેઠક યોજાઈ હતી. જે બેઠક શ થાય તે પૂર્વે જિલ્લ ા વિકાસ અધિકારી દ્રારા સભ્યો સાથે ગેર વર્તણુક અને અપમાન કયુ હતું જેના વિરોધમાં બેઠકનો બહિષ્કાર કરાયો છે અને આગામી દિવસોમાં જિલ્લા વિકાસ અધિકારીના મનસ્વી વલણ સામે સરકારમાં રજૂઆત કરાશે. નિયમ મુજબ અધ્યક્ષને સ્પેશિયલ બેઠક બોલાવવાનો પાવર હોય છે જેથી આગામી દિવસોમાં બજેટ અન્વયે પણ ખાસ બેઠક યોજી કાર્યવાહી કરાશે.

બજેટ સંદર્ભે ગુજરાત પંચાયત અધિનિયમન હેઠળ આગામી  દિવસોમાં થશે કાર્યવાહી
નાયબ જિલ્લા વિકાસ અધિકારી મીરાબેન સોમપુરાના જણાવ્યા મુજબ  બેઠક સંદર્ભે જિલ્લ ા વિકાસ અધિકારી દ્રારા મુખ્ય સદસ્યોને  પ્રથમ હરોળમાં બેસવાનું કહ્યું હતું અને આમંત્રિત હોય તેઓને બીજી હરોળમાં બેસવાનું કહ્યું હતું.પરંતુ સદસ્યો દ્રારા નકારાત્મક અભિગમ રાખી સામાન્ય સભા શ થાય તે પૂર્વે બજેટ બેઠકમાંથી ઉભા થઈ નીકળી ગયા હતા.આગામી દિવસોમાં ગુજરાત પંચાયત અધિનિયમન હેઠળ બજેટની પ્રક્રિયા કરાશે.

જિ.પં.માં ભાજપ–કોંગ્રેસ ભાઈ ભાઈ જેવો ઘાટ
સામાન્ય રીતે ચૂંટણીમાં સામ સામે બાથ ભીડતા રાજકીય પક્ષોના સભ્યો ચૂંટણી પત્યા બાદ એક સાથે જોવા મળતા હોય છે. બજેટ બેઠકમાં ભાજપના સભ્યો સાથે કોંગ્રેસના સભ્યોએ પણ બેઠકનો વોક આઉટ કરી ચાલતી પકડી હતી. અને અધિકારીઓ સામે વિરોધ સામે મૌન ધારણ કયુ હતું.જેથી જિલ્લ ા પંચાયતમાં  કોંગ્રેસ દ્રારા તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ જેવા ઘાટ થી વિપક્ષના વલણ સામે પણ પ્રશ્નાર્થ સર્જાયા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application