ગોંડલના મોવિયામાં મધરાત્રે ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા મુકી દેવાતા વિવાદ થયો
ગોંડલના મોવિયામાં મધરાત્રે ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા મુકી દેવાતા વિવાદ થયો
April 16, 2026 03:04 PM
ગોંડલ છેલ્લા ૧૫ થી ૨૦ વર્ષથી પ્રતિમા માટે જગ્યા માંગતા અનુસૂચિત સમાજના લોકોએ આખરે બસ સ્ટેન્ડ ચોક નજીક મૂર્તિ સ્થાપિત કરી દેતા વહીવટીતંત્ર અને ગ્રામ પંચાયત સામે ઘર્ષણની સ્થિતિ પેદા થઈ છે.મોવિયા ગામના અનુસૂચિત સમાજના આગેવાનોનો આક્ષેપ છે કે તેઓ છેલ્લ ા ૧૫ વર્ષથી ડો. બાબાસાહેબ આંબેડકરનું સ્ટેચ્યુ મૂકવા માટે ગ્રામ પંચાયત પાસે જગ્યાની માંગણી કરી રહ્યા હતા, પરંતુ પંચાયત દ્રારા માત્ર વાયદા જ કરવામાં આવતા હતા. અંતે, બાબાસાહેબની ૧૩૫મી જન્મજયંતિ નિમિત્તે સામાજિક કાર્યકર વિજયભાઈ સાંડપા અને અન્ય આગેવાનો દ્રારા જૂના બસ સ્ટેન્ડ ચોકમાં રોડથી ૫૦ ફટ અંદર મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી. સ્થાનિક સામાજિક કાર્યકર વિજયભાઈ સાંડપાએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે અમે કોઈને નડતરપ ન થાય તે રીતે મૂર્તિ મૂકી છે, છતાં કિશોરભાઈ અંદિપરા અને પંચાયતના કેટલાક લોકો ગામમાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.પંચાયતમાં ગુ મિટિંગો કરી મૂર્તિ હટાવવાનું ષડયત્રં રચાય રહ્યું છે.જો આ જગ્યાએથી મૂર્તિ હટાવવાનો પ્રયાસ થશે તો આત્મવિલોપન કરીશ, પણ મૂર્તિ ઘટનાને પગલે ૧૦૦ થી વધુ દલિત સમાજના લોકો પ્રતિમા પાસે ધરણા પર બેસી ગયા હતા અને 'જય ભીમ'ના નારા લગાવ્યા હતા. આગેવાનોએ સવાલ ઉઠાવ્યો છે કે ચૂંટણીની આચારસંહિતા અમલમાં હોવા છતાં પંચાયતમાં ટોળા ભેગા કરી મિટિંગો કઈ રીતે થઈ શકે? આ બાબતે કલેકટરને આવેદનપત્ર આપી ન્યાયની માંગણી કરવામાં આવનાર છે.હાલ મોવિયા ગામમાં પરિસ્થિતિ તણાવપૂર્ણ પરંતુ શાંત છે. મોવિયા પોલીસ છાવણી માં ફેરવાયું છે. ૧ ડીવાયએસપી, ૩ પીઆઈ, એલસીબી સહિતનો પોલીસ કાફલો આવી પહોંચ્યો હતો...