BREAKING NEWS

સેન્સ પૂર્વે ભાજપના પૂર્વ કોર્પેારેટર અતુલ પંડિતના સ્ટેટસથી વિવાદ

  • April 01, 2026 06:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટ મહાપાલિકાના ભાજપના વોર્ડ નં.૨ના પુર્વ કોર્પેારેટર અતુલ પંડીતે ગતરાત્રે ૨:૩૪ કલાકે મુકેલા વોટસએપ સ્ટેટસમાં એવું લખ્યું કે, આજે કેટલાક મુર્ખ બનશે અને કેટલાક મુર્ખ બનાવશે ! આપનું જીવન મંગલમય રહો ! રાજકીય વર્તુળો સુપેરે પરિચીત છે કે, આજે સવારથી ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ થવાની હતી તે પુર્વે મુકાયેલા આ સ્ટેટસનું રાજકીય અર્થઘટન કરી અમુક લોકોએ હોબાળો મચાવ્યો હતો અને મામલો રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો. માધવભાઈ દવે સુધી પહોંચ્યો હતો.
દરમિયાન આ અંગે માધવભાઈ દવેએ આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અતુલભાઈ પંડીત ભાજપના સિનિયર અગ્રણી છે અને તેઓ પક્ષની સેન્સ પ્રક્રિયાના સંદર્ભમાં આવું સ્ટેટસ મુકે તેવું બિલકુલ જણાતું નથી પરંતુ આજે તા.૧લી એપ્રિલ છે તેના સંદર્ભમાં તેમણે આવું સ્ટેટસ મુકયું હોય તેવી પુરી શકયતા છે.  અત્રે ઉલ્લ ેખનીય છે કે, અતુલ પંડીત વોર્ડ નં.૨ના ભાજપના અગ્રણી તેમજ બ્રહ્મ સમાજના પણ અગ્રણી છે.  ભાજપના અનેક દાવેદારો પૈકી તેઓ પણ એક દાવેદાર છે. આથી તેમનાથી અસલામતી અનુભવતા હોય તેવા ભાજપના જ અમુક વર્તુળોએ આ વાતને મુદ્દો બનાવ્યો હોવાની ચર્ચા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News