દક્ષિણ આફ્રિકાએ જીએમ માનવ પેદા કરવા મંજૂરી અપાતાં વિવાદ
મોડિફાઇડ જીનોમ એડિટિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ભ્રુણમાં ફેરફાર કરી શકાશે: કુદરત સામે હશે સૌથી મોટો પડકાર
માનવ જીવનમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઇ)ના વધતા જતા દખલના જોખમો વચ્ચે કુદરતને અત્યાર સુધીનો સૌથી મોટો પડકાર આપવા માટે નવી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. દક્ષિણ આફ્રિકાએ એક વિવાદાસ્પદ પગલું ઉઠાવીને જેનેટિકલી મોડિફાઇડ (જીએમ) માનવને પેદા કરવા માટે મંજૂરી આપવા માટે તેના નિયમોમાં ફેરફાર કર્યો છે. જો કે આ વિશે સ્પષ્ટપણે કંઈ કહેવામાં આવ્યું નથી પરંતુ એવું માનવામાં આવે છે કે દક્ષિણ આફ્રિકાની નવી સ્વાસ્થ્ય સંશોધન માર્ગદર્શિકા હેઠળ, જીનોમ એડિટિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ભ્રૂણમાં ફેરફાર કરી શકાય છે.
આનુવંશિક રોગોથી છુટકારો મેળવવાના નામે જીએમ માનવ બનાવવાનો માર્ગ મોકળો કરનાર આ નિર્ણય બાદ વૈશ્વિક સ્તરે ફરી નૈતિક ચચર્િ શરૂ થઈ છે. જિનેટિક મોડિફિકેશન ટેક્નોલોજીની લાંબા ગાળાની અસરો અને નૈતિક પાસાઓ વિશે ગંભીર ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જો સાઉથ આફ્રિકા આ ટેક્નોલોજી પર આગળ વધે તો વિશ્વમાં જિનેટિક એન્જિનિયરિંગનો નવો યુગ શરૂ થઈ શકે છે અને તેના ઉપયોગની નવી દોડ પણ થઈ શકે છે. તે સમજવું મુશ્કેલ છે કે શા માટે દક્ષિણ આફ્રિકાને તેના નિયમો બદલવાની જરૂર પડી. જીન એડિટિંગનો ઉપયોગ હજુ પણ રોગોની સારવાર માટે કરવામાં આવે છે. તાજેતરમાં સોમેટિક જિન એડીટીંગ દ્વારા સિકલ સેલ રોગની અસરકારક સારવાર વિકસાવવામાં આવી છે. આ માટે ગર્ભમાં આનુવંશિક ફેરફારની જરૂર નથી. સોમેટિક જિન એડીટીંગમાં રોગ માટે જવાબદાર માનવ કોષોમાં ફેરફારો કરવામાં આવે છે. તેથી જ સારવારના નામે ગર્ભમાં જ ફેરફાર કરવાનો વિચાર હજમ નથી થઇ રહ્યો.
એક તરફ જિન એડીટીંગ ટેક્નોલોજીનો માનવીઓ પર ઉપયોગ કરવાથી ગંભીર રોગોથી રાહત મળવાની અપેક્ષા છે, તો બીજી તરફ માનવતા સાથે છેડછાડ, ભેદભાવ અને સામાજિક અસમાનતા વધવાની સંભાવના છે. આ પ્રયોગો અજાણતા ભવિષ્યની પેઢીઓને નુકસાન પહોંચાડી શકે છે. આ ટેક્નોલોજી વડે ’ડિઝાઈનર બેબીઝ’ બનાવવાની શક્યતા પણ ગંભીર ચિંતાનો વિષય છે. જીએમ સરસવ અથવા જીએમ રીંગણની જેમ જીએમ માનવીઓની પણ ફોર્મિંગ થવા લાગે તો નવાઈ નહીં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર ડિસ્ટ્રિક્ટ બેંક ડિરેક્ટર દ્વારા અકસ્માતે મૃત્યુ પામેલા સભાસદના પરિવારને રૂ. ૫ લાખનો ચેક
February 24, 2025 05:28 PMજામનગરમાં આર.આર.આર સેન્ટરમાં અત્યાર સુધીમાં ૪૧૬ નાગરિકો અલગ અલગ ચીજવસ્તુઓ મૂકી ગયા
February 24, 2025 05:16 PMઆવા અનોખા લગ્ન વિશે ક્યારેય ન તો ક્યાંય સાંભળ્યું હશે કે ન તો જોયું હશે!
February 24, 2025 05:00 PMસિનેમા હોલમાં અનલિમિટેડ પોપકોર્નની ઓફર, લોકોએ ડ્રમ અને તપેલા લઈ લગાવી લાંબી લાઇન!
February 24, 2025 04:54 PMભારતે પાકિસ્તાનને ધોબી પછાડ આપતા જામનગરમાં જીતનો જબરદસ્ત જશ્ન
February 24, 2025 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech