પ્રખ્યાત બોલિવૂડ અભિનેતા ગોવિંદ નામદેવ હાલમાં એક મોટા સંકટમાં ફસાયેલા છે. સલમાન ખાનના ૧૯૯૮ના કાળા હરણ કેસ પર આધારિત કાલા હિરણ નામની ફિલ્મ બનાવવામાં આવી રહી છે. ગોવિંદ નામદેવ ફિલ્મના પહેલા ટીઝરમાં દેખાયા હતા. જોકે, ટીઝર રિલીઝ થયા પછી, તેમણે ફિલ્મથી સંપૂર્ણપણે દૂરી બનાવી લીધી. તેમણે કહ્યું કે આ ફિલ્મ તેમને કહેવામાં આવેલી વાર્તા જેવી બિલકુલ નહોતી. અભિનેતાના નિવેદન બાદ, ફિલ્મના નિર્માતા અમિત જાની ખૂબ ગુસ્સે થયા છે.તેમણે અભિનેતા વિદ્ધ પણ એક મોટું પગલું ભયુ છે. આ કેસમાં નવો વળાંક આવ્યો છે, કારણ કે ફિલ્મના નિર્માતા અમિત જાનીએ ગોવિંદ નામદેવને કાનૂની નોટિસ મોકલી છે. જાનીએ સોશિયલ મીડિયા પર આ માહિતી શેર કરી અને અભિનેતાને સાત દિવસમાં જાહેરમાં માફી માંગવા કહ્યું. વધુમાં, તેમણે પ્રોડકશન હાઉસ પાસેથી ૫૦ લાખ પિયાના નુકસાનની માંગણી કરી છે. અમિત જાનીએ સ્પષ્ટ્ર ચેતવણી આપી છે કે જો ગોવિંદ તેનું પાલન નહીં કરે તો તેમની સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
આ ફિલ્મનો વિવાદ તેના પહેલા ટીઝર રિલીઝ થયા પછી શ થયો હતો. જોકે નિર્માતાઓએ ફિલ્મમાં કયાંય પણ સલમાન ખાનનું નામ સીધું ઉલ્લેખ કર્યેા નથી, પરંતુ એક પાત્રનું નામ 'અયાન ખાન' છે. આ પાત્ર સલમાન ખાન સાથે આકર્ષક સામ્યતા ધરાવે છે. ગોવિંદ નામદેવે 'વોન્ટેડ' સહિત અનેક સુપરહિટ ફિલ્મોમાં સલમાન ખાન સાથે કામ કયુ છે. દરમિયાન, ટીઝર જોયા પછી, ગોવિંદ નામદેવે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે તેનાથી ચોંકી ગયા હતા, કારણ કે તે કહેવામાં આવેલી વાર્તાથી અલગ હતી.
તેમણે સમજાવ્યું કે આ ફિલ્મ તેમણે જે ફિલ્મ શૂટ કરી હતી તેનાથી બિલકુલ અલગ હતી. ગોવિંદ નામદેવ પહેલા, બીજા એક અભિનેતા, સોનુ મિશ્રાએ પણ ફિલ્મનો વિરોધ વ્યકત કર્યેા હતો. સોનુ મિશ્રા મૂળ રીતે સલમાન ખાન જેવા દેખાતા મુખ્ય પાત્ર ભજવવાના હતા. જોકે, તેમણે માત્ર બે દિવસના શૂટિંગ પછી પ્રોજેકટ છોડી દીધો. સોનુ મિશ્રાએ આરોપ લગાવ્યો કે ફિલ્મ એકતરફી વાર્તા રજૂ કરે છે અને સુપરસ્ટારની છબીને કલંકિત કરવાનો પ્રયાસ કરી રહી છે. આ વિવાદ પણ હેડલાઇન્સમાં આવ્યો.
યારે સોનુ મિશ્રાએ નિર્માતાઓ પાસેથી સ્ક્રિપ્ટ અને કરાર માંગ્યો, ત્યારે તેમને કેટલીક બાબતો જાણવા મળી જે તેમના સિદ્ધાંતોની વિદ્ધ હતી, તેથી તેમણે ફિલ્મથી પોતાને દૂર કરી દીધા. આ ફિલ્મ સલમાન ખાનના ૧૯૯૮ના પ્રખ્યાત કાળિયાર શિકાર કેસ પર આધારિત છે, જે બોલીવુડના સૌથી મોટા કાનૂની વિવાદોમાંનો એક છે. ફિલ્મના નિર્માતાઓ દાવો કરે છે કે તે એક કાલ્પનિક વાર્તા છે અને તેનો કોઈ સાથે સીધો સંબધં નથી, પરંતુ ટીઝર અને પાત્રો જોયા પછી, લોકો તેને સલમાન ખાન સાથે જોડી રહ્યા છે. યારે કેટલાક ફિલ્મને ટ્રોલ કરી રહ્યા છે, તો કેટલાક તેનું સમર્થન કરી રહ્યા છે. આ દરમિયાન, અભિનેતા ગોવિંદ નામદેવે હજુ સુધી ૫૦ લાખની કાનૂની નોટિસનો જવાબ આપ્યો નથી. આવનારા દિવસોમાં આ વિવાદ કયા નવા વળાંક લે છે તે જોવાનું બાકી છે. ફિલ્મ બ્લેક બક મૂળ ૨૦ જૂન, ૨૦૨૬ ના રોજ રિલીઝ થવાની હતી. નિર્માતાઓએ વહેલી રિલીઝ માટે તારીખ બદલીને ૧૨ જૂન, ૨૦૨૬ કરી. જોકે, કાનૂની ગૂંચવણો, ખાસ કરીને અભિનેતા સલમાન ખાન દ્રારા દાખલ કરાયેલી કોર્ટ અરજી, ફિલ્મ પર શંકા ઉભી કરે છે