BREAKING NEWS

ગોંડલ પાલિકાના ચીફ ઓફિસરની પત્નીએ રૂા.૪૦ લાખની જમીન ખરીદતા વિવાદ

  • March 31, 2026 02:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગોંડલ પાલિકાના ચીફ ઓફિસરની પત્નીએ રૂા.૪૦ લાખની જમીન ખરીદતા વિવાદ

ગોંડલ નગરપાલિકાની આગામી ચૂંટણી પૂર્વે વહીવટી તંત્રમાં મોટો ખળભળાટ મચી ગયો છે. નગરપાલિકાના ચીફ ઓફિસર અશ્વિનભાઈ વ્યાસ સામે ગંભીર આક્ષેપો સાથે જીલ્લ ા કોંગ્રેસ ઉપાધ્યક્ષ  એડવોકેટ યતીશ ગોવિંદભાઈ દેસાઈએ રાય ચૂંટણી પંચમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં ચીફ ઓફિસરની તાત્કાલિક બદલી કરી તેમને ચૂંટણી પ્રક્રિયાથી દૂર રાખવાની માંગ કરવામાં આવી  કરાયો છે.તેમણે અરજીમાં જણાવ્યું છે કે નગરપાલિકાના ચીફ ઓફિસરના પત્ની પૂર્વીબેન અશ્વિનભાઈ વ્યાસે ગત ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ ભાજપના પૂર્વ પદાધિકારીઓ અશ્વિનભાઈ રૈયાણી અને કૃપાલસિંહ જાડેજા સાથે મળીને અંદાજે છ૪૦,૫૦,૦૦૦ ની કિંમતની ખેતીની જમીન સંયુકત રીતે ખરીદી છે. શાસક પક્ષના હોદ્દેદારો સાથે અધિકારીના પરિવારના સીધા આર્થિક વ્યવહારો હોવાથી આગામી ચૂંટણીમાં નિષ્પક્ષતા જળવાશે કે કેમ? તેવો ગંભીર સવાલ ઉઠાવવામાં આવ્યો છે.
ચીફ ઓફિસર અશ્વિનભાઈ વ્યાસ છેલ્લ ા ૩ વર્ષથી વધુ સમયથી એક જ સ્થાને ફરજ બજાવે છે. આ ઉપરાંત, તેમની સામે ભૂતકાળમાં હાઈકોર્ટમાં ખોટું સોગંદનામું કરવા બદલ રાય સરકાર દ્રારા કારણ દર્શક નોટિસ પણ અપાયેલી છે. સુરતના એક કોન્ટ્રાકટરને માર મારવાના કિસ્સામાં પણ તેમની સામે પોલીસ ફરિયાદ નોંધાયેલી હોવાનો ઉલ્લ ેખ ફરિયાદમાં કરાયો છે.
અરજદારે 'ડોકટ્રીન ઓફ બાયસ' (પક્ષપાતનો સિદ્ધાંત) અને ગુજરાત સિવિલ સર્વિસીસ કંડકટ લ્સનો હવાલો આપી માંગ કરી છે કે, વિવાદિત અધિકારીની તાત્કાલિક બદલી કરી તેમના નાણાકીય ક્રોતની તપાસ કરવામાં આવે. આ અરજીની નકલ કમિશનર (મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશન), પ્રાદેશિક કમિશનર અને જિલ્લ ા કલેકટરને પણ પુરાવાઓ સાથે રવાના કરવામાં આવી છે..




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News