ભાજપમાં નવા સંગઠનની જાહેરાત સાથે જ વિવાદ: શનિવારે પાટીલે મિટિંગ બોલાવી

  • December 26, 2024 11:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતીય જનતા પાર્ટી દ્રારા જાહેર કરવામાં આવેલા નવા સંગઠન માળખામાં અત્યાર સુધી ૪૦૦ જેટલા મંડળ અને વોર્ડ પ્રમુખ ના નામોની જાહેરાત કરી છે આ જાહેરાતમાં કયાંકને કયાંક જ્ઞાતિવાદ લાગવગ અને વિવાદિત ચહેરાઓને સ્થાન મળતા વિવાદની સ્થિતિ નિર્માણ થઈ છે. તાલુકા અને વોર્ડ કક્ષા એ વિવાદની સ્થિતિ નિર્માણ થતા જેની અસર જિલ્લ ા અને મહાનગરના સંગઠન પર ઊભી થવા પામી છે જે ધ્યાનમાં રાખીને ભાજપના અધ્યક્ષ સી.આર. પાટિલ શનિવારે પ્રદેશ કાર્યાલય ખાતે મહત્વની બેઠકનું આયોજન કયુ છે.આ બેઠકમાં ધારાસભ્ય સંગઠનના પ્રભારી તથા ચૂંટણી અધિકારીઓ સાથે બેઠક કરશે. આ ઉપરાંત નવા સંગઠન માટેની તારીખ જાહેર કરાશે. આગામી ઉતરાયણ સુધીમાં પ્રદેશ સંગઠનનું કામ આટોપી લેવામાં આવશે એમ સૂત્રોમાંથી જાણવા મળે છે. તો બીજી બાજુ વડોદરા રાજકોટ મહેસાણા અરવલ્લ ી અને અમદાવાદના મંડલ પ્રમુખના નામોની જાહેરાત પછી આંતરિક વિખવાદ વકર્યેા છે તેને નાથવા બેઠકમાં મહત્વના નિર્ણય કરવામા આવશે.
ભાજપ સાથે સંકળાયેલા સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો અનુસાર ગુજરાત ભાજપએ નવું સંગઠન બનાવવાની પ્રણાલીના ભાગપે તાલુકા અને મહાનગરોમાં વોર્ડ લેવલના પ્રમુખોની યાદી બહાર પાડવાની શ કરી છે પૈકીના ૪૦૦ જેટલા મંડળ અને વોર્ડ પ્રમુખના નામોની જાહેરાત થઈ ચૂકી છે પરંતુ નવું સંગઠન બનાવવાની શઆતના તબક્કે જ કેટલાક વિવાદિત ચહેરાઓને લઈને વિખવાદ શ થયો છે.
અમદાવાદમાં જમીન વિવાદમાં સંકળાયેલા કાર્યકર્તા અને પ્રમુખ પદ આપવામાં આવ્યું છે તો અમદાવાદમાં મંડળ પ્રમુખ બનાવ્યા છે તેમના પત્ની જિલ્લ ા પંચાયતના સભ્ય હોવાની વિગતો બહાર આવતા એક જ ઘરમાં બે વ્યકિતને હોદા મળ્યાની ચર્ચા એ જોર પકડું છે અમદાવાદમાં થોડા સમય પહેલા ભુવાલડી ગામે જમીનના વિવાદમાં ભાજપના યુવા કાર્યકર્તાનું નામ ઉછળેલુ હતું ગામ મંદિર સાથેની જમીન ગેરકાયદેસર પડાવી લેવાના વિવાદનો સામનો કરી રહેલા કુંજનસિંહ ચૌહાણને ભાજપે વટવાના પ્રમુખ બનાવ્યા છે.
સાબરકાંઠા અરવલ્લ ીમાં જાહેર કરવામાં આવેલા પ્રમુખ સામે લોકસભાની ચૂંટણી વખતે ભીખાજી સામે બળવો થતા ઉમેદવાર બદલવા પડા હતા. એવો જ કિસ્સો ધનસુરા તાલુકાના ભાજપ પ્રમુખમા થયો છે અગાઉ અવધેશ પટેલને પ્રમુખ જાહેર કરાવતા વિરોધ થતા ૨૪ કલાકમાં નામ બદલીને કૌશિક પટેલને પ્રમુખ બનાવાયા હતા. નામ જાહેર થયાના ૨૪ કલાકમાં જ પ્રમુખ સામે બળવો થયો હતો.
ભાજપે વડનગરના પ્રમુખ તરીકે ચૌધરી સમાજના નેતાની પસંદગી કરી છે ભાજપ સાથે સંકળાયેલા ઠાકોર નેતાઓએ તેનો વિરોધ કરતા તાલુકામાં ૯૦ ટકા વસ્તી ઠાકોરોની હોવાથી ઠાકોર પ્રમુખ બનાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી રહી છે જો પ્રમુખ નહીં બદલાય તો પંચાયતી ચૂંટણીમાં ભાજપને હરાવવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
યારે સૌરાષ્ટ્ર્રના પાટનગર રાજકોટમાં ધારાસભ્ય ઉદયકાનગડે પોતાના વિસ્તારમાં આવતા વોર્ડના તમામ પ્રમુખને રીપીટ કર્યા છે તેની સામે આંતરિક વિરોધ ઊભો થયો છે આ સિવાય શહેરમાં મોટાભાગના બોર્ડમાં માત્ર પાટીદાર અને ઓબીસી જ્ઞાતિના અને મહત્વ મળ્યું છે બાકીના સમાજની ઉપેક્ષા કરવામાં આવી હોવાની નારાજગીનો સૂર વ્યકત કરવામાં આવી રહ્યો છે.
વડોદરા શહેરના બે વોર્ડ પ્રમુખને રીપીટ કરવામાં આવ્યા છે જે એક વોર્ડ પ્રમુખને રીપીટ કર્યા છે તેના માટે પૂર્વ મંત્રીએ જીદ પકડી હતી પાલિકાના મુખ્ય પદાધિકારીના વોર્ડમાં હાલના પ્રમુખને રીપીટ કરાતા છેલ્લ ી ઘડીક સુધી આંતરિક રાજકારણ ચાલી રહ્યું છે આ જોતા તેની અસર બીજા વોર્ડમાં પણ વિપરીત રીતે પડી રહી છે.
આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે શનિવારે મહત્વની બેઠક બોલાવે છે જેમાં ધારાસભ્યો સંગઠન પ્રભારી તથા ચૂંટણી અધિકારીઓની બેઠક બોલાવાય છે યાં યાં વિરોધ છે ત્યાં ત્યાં નો વિશેષ અહેવાલ મંગાવવામાં આવ્યો છે તેના આધારે મહત્વના નિર્ણયો લેવામાં આવશે

ઉત્તરાયણની આસપાસ મહાનગરોના શહેર પ્રમુખની જાહેરાતની સંભાવના
ભારતીય જનતા પાર્ટી દ્રારા મહાનગરોમાં અને તાલુકા કક્ષાએ નિમણૂક બાદ વિવિધ શહેર પ્રમુખોની નિમણૂક કરવા માં આવશે અમદાવાદ વડોદરા રાજકોટ સુરત જામનગર ભાવનગર તેમજ જૂનાગઢ મહાનગરના શહેર પ્રમુખને નામોની જાહેરાત ઉતરાયણની આસપાસ થાય તેવી શકયતા છે. આ મહાનગરોમાં ચૂંટણી અધિકારી સમક્ષની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે ઉમેદવારોની ક્ષમતા ને આધારે તેમના નામોની રજૂઆત પ્રદેશ ભાજપના આવેલા નિરીક્ષકો સમક્ષ કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં હાલ શહેર પ્રમુખ માટે ત્રણ નામો હોટ ફેવરિટ છે જેમાં સાબરમતીના ધારાસભ્ય હર્ષદ પટેલ શાહપુરના ધારાસભ્ય કૌશિક જૈન અને વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર હોટ ફેવરિટ છે આ ત્રણમાંથી એક વ્યકિતને અમદાવાદ શહેર પ્રમુખ બનાવવામાં આવે તેવી સંભાવના છે. ભારતીય જનતા પાર્ટી દ્રારા આ વખતે યુવા ચહેરાને સ્થાન આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે હાલ ભારતીય જનતા પાર્ટી દ્રારા શહેરના વોર્ડ દીઠ પ્રાથમિક નેતાઓની નિમણૂક કરી છે આ પ્રતિનિધિઓ કેટલાક પૂર્વક કોર્પેારેટરો પણ છે અને શહેર પ્રમુખ માટે નામો નક્કી કરતા પહેલા પ્રતિનિધિઓના મંતવ્ય મેળવવામાં આવશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application