મહારાષ્ટ્ર્ર કોંગ્રેસના નેતા અને વિધાન પરિષદમાં ઉપનેતા ભાઈ જગતાપે ચૂંટણી પચં અંગે વિવાદાસ્પદ નિવેદન આપીને રાજકીય હલચલ મચાવી દીધી છે. જગતાપે ચૂંટણી પંચની તુલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કૂતરા સાથે કરી હતી. આટલું જ નહીં, યારે તેમને આ બાબતે ફરીથી પૂછવામાં આવ્યું તો તેઓ પોતાના નિવેદન પર અડગ રહ્યા અને માફી સ્વીકારવાનો સ્પષ્ટ્ર ઇનકાર કર્યેા.
જગતાપે ચૂંટણી પંચની તુલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કૂતરા સાથે કરતાં અપમાનજનક નિવેદન આપ્યું હતું કે, 'ઇલેકશન કમિશન તો કુત્તા હે, કુત્તા બનકર મોદીજી કે બંગ્લો કે બહાર બેઠતે હે યે સારી એજન્સીયાં.' તેમજ માફી માગવાનો પણ સ્પષ્ટ્ર ઇન્કાર કરી દીધો છે. ઉલ્લેખનીય છે, કોંગ્રેસે મહારાષ્ટ્ર્રમાં રાય ચૂંટણી પંચના સીઈઓને એક મેમોરેન્ડમ સોંપતાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ગેરરીતિ થઈ હોવાનો આરોપ લગાવ્યો હતો.
ચૂંટણી પરિણામો પર સવાલ ઉઠાવતાં જગતાપે કહ્યું કે મહારાષ્ટ્ર્રના લોકો વર્તમાન મહાયુતિ સરકારની વિદ્ધમાં હતા, પરંતુ ઈવીએમ(ઈલેકટ્રોનિક વોટિંગ મશીન)માં ખામીને કારણે પરિણામ તેમના પક્ષમાં આવ્યા. આ ચૂંટણી પરિણામો અણધાર્યા છે. અમે તેના પર વિશ્વાસ કરતાં નથી. રાયના લોકો સંપૂર્ણ રીતે મહાયુતિ સરકારની વિદ્ધ હતા, પરંતુ સંપૂર્ણ શ્રેય ઈવીએમને જાય છે. હત્પં કહીશ કે ઘણી જગ્યાએ ઈવીએમ હેક કરવામાં આવ્યા હતા.જગતાપે કહ્યું, હત્પં માફી નહીં માંગુ. જો ચૂંટણી પચં વડાપ્રધાન અને અન્ય મંત્રીઓના દબાણમાં કામ કરી રહ્યું છે, તો મેં જે કહ્યું તે સાચું છે. તેમણે ચૂંટણી પંચને નિષ્પક્ષતા માટે પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર ટીએન શેષન જેવા બનવાની સલાહ આપી હતી.જગતાપે ઈવીએમની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવતી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીઓને ટાંકી હતી. તેમણે કહ્યું કે વીવીપેટ સ્લિપની તપાસ થવી જોઈએ. તેમણે કહ્યું, સુપ્રીમ કોર્ટે વીવીપેટ સ્લિપના ૫ ટકા ગણવાની ભલામણ કરી હતી, પરંતુ તે પણ થયું નથી. જો આ સિસ્ટમમાં કોઈ ખામી છે, તો તેની તપાસ કરવી જોઈએ અને તેને બદલવી જોઈએ. બેલેટ પેપર સાથે છેડછાડની શકયતા ખતમ થઈ ગઈ છે.
શિવસેનાના દીપક કેસરકરે ચૂંટણી પચં પાસે કડક કાર્યવાહીની માંગ કરતા કહ્યું કે, ચૂંટણી પચં બંધારણીય સત્તા છે, અને ભાઈ જગતાપે માફી માંગવી જોઈએ. તે જ સમયે, બીજેપી ધારાસભ્ય અને દિલ્હી વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા વિજેન્દ્ર ગુાએ આને શરમજનક નિવેદન ગણાવ્યું હતું અને કહ્યું હતું કે, ભારતીય લોકશાહી અને ચૂંટણી વ્યવસ્થા વિશ્વ માટે એક ઉદાહરણ છે. કોંગ્રેસ યારે પણ ચૂંટણી હારે છે ત્યારે નર્વસ થઈ જાય છે. આ દરમિયાન હરિયાણાના મંત્રી રાજેશ નાગરે કહ્યું કે, આવા નિવેદન આપવું અત્યતં ખોટું છે. આપણી લોકતાંત્રિક વ્યવસ્થા પર સવાલ ઉઠાવવા સંપૂર્ણપણે અયોગ્ય છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech